Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ફરજીયાત ધર્માંતરણ ગેર ઇસ્લામી અને ગેરકાનૂની : પાકિસ્તાનની ઇસ્લામી વિચારધારા પરિષદનો અહેવાલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વસતા લઘુમતી હિંદુઓ તથા શીખોની યુવાન પુત્રીઓનું અપહરણ કરી ફરજીયાત ધર્માન્તર કરાવવાનું પગલું ગેર ઇસ્લામી અને ગેર બંધારણીય હોવાનું પાકિસ્તાની સંસ્થા  ઇસ્લામી વિચારધારા પરિષદએ જણાવ્યું છે.આ સંસ્થા સાંસદો તથા ધારાસભ્યોને સલાહ સૂચન આપવાનું કામ કરે છે.

તાજેતરમાં આ સંસ્થાની મળેલી મિટિંગમાં નક્કી થયા મુજબ તેઓ આ અંગે રાજકીય આગેવાનોને  જાગૃત કરશે જે મુજબ ફરજીયાત ધર્માન્તરને ઇસ્લામમાં સ્થાન નથી.તેમ છતાં જેઓ સ્વૈચ્છિક ધર્માન્તર કરવા માંગતા હોય તેમણે સરકારની મંજૂરી લેવી પડે તેવી ભલામણ કરી છે.એટલુંજ નહીં આવી ભલામણો મંજુર કરનાર કમિટીમાં પણ લઘુમતી કોમને પ્રતિનિધિત્વ આપવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનએ પણ આ અગાઉ ફરજીયાત ધર્માન્તર ગેર ઇસ્લામી હોવાનું જણાવ્યું હતું .

(1:19 pm IST)
  • રાજ્ય પોલીસ દ્વારા 11મી જાન્યુઆરીથી સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેકટની શુભારંભ કરવામાં આવી રહ્યો છે. 11મી જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં વિશ્વાસ એટલે કે સીસીટીવીના એવા નેટવર્ક જેના થકી ગુનાહિત પ્રવૃત્તિ પર પોલીસની બાજનજર રહે. અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ એમ બંન્ને રીતે કામ કરશે. સાયબર ક્રાઇમને નાથવા, કંટ્રોલ કરવા માટે તેમજ નાગરિકાના જીવનને વધુ સુરક્ષિત કરવાના હેતુથી સાયબર અશ્વસ્ત નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. access_time 10:53 pm IST

  • જગમોહન રેડી કોર્ટમાં હાજર : આવકથી વધુ સંપતિ ધરાવવાના કેસમાં જગમોહન રેડ્ડી સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ આજે ઉપસ્થિત થશે. access_time 12:55 pm IST

  • પાકિસ્તાનના કવેટાની મસ્જિદમાં બ્લાસ્ટ : 10 લોકોના મોત : 20થી વધુ લોકો ઘાયલ access_time 9:10 pm IST