Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

OCI કાર્ડ ધરાવતા 20 વર્ષથી ઓછી વયના યુવાનો માટે પાસપોર્ટ સાથે કાર્ડ પણ રીન્યુ કરાવવું જરૂરી

ન્યુયોર્ક : ભારત સરકારે જાહેર કર્યા મુજબ ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા ( OCI ) કાર્ડ ધરાવતા 20 વર્ષથી ઓછી વયના યુવાનો માટે પાસપોર્ટ સાથે કાર્ડ પણ રીન્યુ કરાવવું જરૂરી છે.
અલબત્ત 21 થી 50 વર્ષ વચ્ચેની ઉંમરના વિદેશ સ્થિત ભારતીયો માટે આ જરૂરી નથી તેમજ 50 વર્ષથી વધુ વય ધરાવતા વિદેશી ભારતીયો માટે એક વખત OCI કાર્ડ રીન્યુ કરાવવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે આ OCI કાર્ડ ધરાવતા વિદેશ સ્થિત ભારતીયોને વતનની મુલાકાત વખતે આ કાર્ડ હોવાથી અન્ય કોઈ ઓળખપત્રની જરૂર પડતી નથી કે જે સરકારી સહીત તમામ જગ્યાએ માન્ય રહે છે.

(1:42 pm IST)