Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

" મિસ ટિન સૌંદર્ય સ્પર્ધા " : અમેરિકાનો રાષ્ટ્રીય કક્ષાનો તાજ ઇન્ડિયન અમેરિકન યુવતિ અંજલિ નાયરના શિરે


વર્જીનીયા : અમેરિકાના વર્જીનીયામાં સાયન્સ એન્ડ ટેક્નોલોજીનો અભ્યાસ કરતી ઇન્ડિયન અમેરિકન યુવતી મિસ ટિન વર્જીનીયા તરીકે વિજેતા બન્યા બાદ તેણે 2019-2020 ની  રાષ્ટ્રીય કક્ષાની સૌંદર્ય સ્પર્ધામાં વર્જીનીયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું . જેમાં " મિસ ટિન સૌંદર્ય સ્પર્ધા " નો  તાજ મેળવવા તે નસીબદાર બની હતી.
આ અગાઉ તે 2016 ની સાલમાં મિસ પ્રિ -ટિન સ્પર્ધામાં ફર્સ્ટ  રનર્સ અપ બની હતી.

રાષ્ટ્રીય કક્ષાની સૌંદર્ય સ્પર્ધા વિજેતાનો તાજ મેળવ્યા બાદ હવે તે 2020 ની સાલમાં અમેરિકાના જુદા જુદા સ્ટેટનો પ્રવાસ કરશે તથા ફોટો શુટ ,ફેશન શૉ સહિતના પ્રોગ્રામમાં ભાગ લેશે .તેણે નવી પેઢીની યુવતીઓને પ્રેરણા આપવાનું નક્કી કર્યું છે જે મુજબ તેઓ કોઈ પણ ક્ષેત્રમાં હોય શ્રેષ્ઠ દેખાવ કરી શકે છે.પછી તે શિક્ષણ કે વ્યવસાય હોય.તે એનિમલ વેલ્ફેર ક્ષેત્રે પણ કામ કરવા આતુર હોવાનું જણાવ્યું હતું .

 

(1:06 pm IST)