Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

યુ.એસ.માં મિચીગન ગવર્નર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદારએ જાહેરાત માટે ૧,૧૪,૦૦૦ ડોલર ફાળવ્‍યા : ૪ ફેબ્રુ.૨૦૧૮ના રોજ રમાનારી નેશનલ ફુટબોલ લીગ સુપર બોલ પ્રસંગે શરૂઆત તથા અંતમાં ૩૦ સેકન્‍ડ માટે જોવા મળશે

મિચીગન : યુ.એસ.માં મિચીગન ગવર્નર તરીકે ઉમેદવારી નોંધવનાર ઇન્‍ડિયન અમેરિકન નિવૃત વ્‍યવસાયી શ્રી થાનેદારએ જાહેરાત માટે ૧,૧૪,૦૦૦ ડોલર ફાળવ્‍યા છે. તેમણે ૪ ફેબ્રુ.૨૦૧૮ના રોજ રમાનારી નેશનલ ફુટબોલ લીગ સુપર બોલ પ્રસંગે શરૂઆત તથા અંતે ૩૦ સેકન્‍ડની જાહેરાત માટે આ રકમ ફાળવી છે. તેઓ ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:36 pm IST)