Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

જીનીવા ખાતેની WDCSD ના ચેરમેન તરીકે ભારતીય મૂળના બિઝનેસમેન શ્રી સન્ની વર્ગીસની નિમણુંક : સિંગાપોર સ્થિત શ્રી વર્ગીસ ૧ જાન્યુ. ૨૦૧૮ થી ર વર્ષની ટર્મ માટે નિમાયા

સિંગાપોર : સિંગાપોર સ્થિત ભારતીય મૂળના બિઝનેસમેન ૫૭ વર્ષીય શ્રી સન્ની વર્ગીસની જીનીવા ખાતેની ''વર્લ્ડ બિઝનેસ કાઉન્સીલ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ''(WBCSD) ના ચેરમેન તરીકે નિમણુંક થઇ છે.

સિંગાપોર ખાતેની એગ્રી બિઝનેસ ગૃપ ઓલામ ઇન્ટરનેશનલ લીમીટેડના કો-ફાઉન્ડર તથા  CEO શ્રી વર્ગીસ આ હોદા ઉપર નિમાયેલા એગ્રી વિભાગના સૌપ્રથમ ભારતીય મૂળના નાગરિક છે.

તેઓ ૧ જાન્યુ. ૨૦૧૮ થી ર વર્ષની ટર્મ માટે નિમાયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:39 pm IST)