Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઇન્ડિયન અમેરિકન મહિલા ઉમેદવાર સુશ્રી કમલા હેરિસે ઉમેદવારી પછી ખેંચી : છેલ્લા થોડા સમયથી લોકપ્રિયતામાં ઓટ આવી રહી હતી

કેલિફોર્નિયા : ડેમોક્રેટ સાંસદ અને અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઇન્ડિયન અમેરિકન મહિલા ઉમેદવાર સુશ્રી કમલા હેરિસે ઉમેદવારી પછી ખેંચી લીધી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેમની લોકપ્રિયતામાં છેલ્લા થોડા સમયથી ઓટ આવી રહી હતી

55 વર્ષીય સુશ્રી કમલાએ ગઈકાલે પોતાનું ચૂંટણી કમપેન બંધ કરી દેવાની ઘોષણા કરી હતી.તથા પોતાના સમર્થકોનો આભાર માની પોતે તેઓના પ્રશ્નો માટે સતત કાર્યશીલ રહેશે તેવી ખાતરી આપી હતી.

(12:01 pm IST)