Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ભારતના કોલકતામાં AAPI આયોજીત ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટ માં ચિફ ગેસ્‍ટ તરીેકે ભારતના ઉપરાષ્‍ટ્રપતિ શ્રી વેંકેયા નાયડુ હાજરી આપશે : ર૮ થી ૩૧ ડિસે. દરમિયાન યોજાનારી સમીટમાં ૩૦ ડિસે. ના રોજ કલોઝીંગ સેરીમની પ્રસંગે ઉદબોધન કરશે : અમેરીકાથી ર૦૦ જેટલા ફીઝીશીયન્‍સ તથા વિશ્વભરમાંથી એક હજાર જેટલા પ્રતિનિધિઓ આવશે : કોલકતા મુકામે AAPI આયોજીત સૌપ્રથમ ફ્રી કિલનિક ખુલ્લી મુકાશે

ન્‍યુયોર્ક : એશોશિએશન ઓફ અમેરિકન ફીઝીશીયન્‍સ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન ના (AAPI) ના ઉપક્રમે ભારતના કોલકતા મુકામે ર૮ થી ૩૧ ડિસે. ર૦૧૭ દરમિયાન ૧૧ મી વાર્ષિક ગ્‍લોબલ હેલ્‍થ કેર સમીટ યોજાવાની છે.

AAPI તથા ભાારતની મિનીસ્‍ટ્રી ઓફ ઓવરસીઝ ઇન્‍ડિયન અફેર્સ તથા ઇન્‍ફિયન મિનીસ્‍ટ્રી ઓફ હેલ્‍થ તથા પヘમિ બંગાળ ગર્વમેન્‍ટન સંયુકત ઉપક્રમે યોજાનારી આ સમીટની કલોઝીંગ સેરીમનીમાં ૩૦ ડિસે. ના રોજ ચિફ ગેસ્‍ટ તરીકે પધારવા ભારતના ઉપરાષ્‍ટ્રપતિ શ્રી વૈંકેયા નાયડુ એ સંમતિ આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે આ સમીટમાં વિશ્વભરના પચાસ જેટલા પ્રખર વકતાઓ હાજરી આપવાના છે. તેમજ વિશ્વ વિખ્‍યાત કલાકારોના સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાવાના છે. ઉપરાંત વેસ્‍ટ બેંગાલમાં AAPI ના ઉપક્રમે સૌપ્રથમ ફ્રી કિલનિક ખુલ્લી મુકાવાની છે. જેમાં યુ.એસ.ના ર૦૦ ઉપરાંત ફીઝીશીયન્‍સ તેમજ વિશ્વભરમાંથી એક હજાર ઉપરાંત પ્રતિનિધિઓ હાજરી આપવાના છે. તેમજ ભારતના રાષ્‍ટ્રપતિ તથા પヘમિ બંગાળના ચિફ મિનીસ્‍ટરના ઉદબોધનો થવાના છે. જુદા જુદા વિષયો ઉપર વર્કશોપ તથા સેમિનાર, રાઉન્‍ડ ટેબલ મીટીંગ સહિતના આયોજનો કરાયા છે. વિવિધ વિષયો ઉપરના સંશોધન પત્રો રજુ કરાશે. તેમજ ભારતની પ્રજાને પોષય તેવી કિંમતે હેલ્‍થ કેર મળી રહે તેવા આયોજનો કરાશે.

કોલકતા ખાતેની સમીટ પહેલા ર૪ થી ર૮ ડિસે. દરમિયાન પ્રિ. સમીટ તથા ભૂતાન ખાતે ૧ થી ૪ જાન્‍યુ. ર૦૧૮ દરમિયાન પોસ્‍ટ ટુરનું આયોજન કરાયું છે. આસામનું સૌંદર્ય માણવા ઇચ્‍છુકો માટે ૪ થી ૮ જાન્‍યુ. દરમિયાન આસામ ટુરનું આયોજન કરાયું છે. સાથોસાથ નવા વર્ષના આગમનને વધવવા ન્‍યુ યર ગાલા પાર્ટી પલ યોજાવાની છે. ભારત તથા અમેરિકામાં હેલ્‍થ કેર પ્રવૃતિઓને વેગ આપવાનું આયોજન હોવાનું ડો. સમીરએ જણાવ્‍યું હતું. વિશેષ માહિતી માટે www.aapiasa.org દ્વારા સંપર્ક  સાધાવા મિડીયા કો.ઓર્ડીનેટર શ્રી અજય ઘોષ (203) 583.6750 ના અહેવાલ દ્વારા જણાવાયું છે.

 

(11:44 pm IST)