Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન (FIA)ની વાર્ષિક મીટીંગ સંપન્ન : ર૦૧૭ ની સાલની કામગીરીનો અહેવાલ રજુ કરવાની સાથે ર૦૧૮ની સાલ માટેના હોદેદારોની નિયુકિત : શ્રી નેઇલ ખોટ નવનિયુકત પ્રેસિડન્‍ટ બન્‍યા

શિકાગો : ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન (FIA) ની વાર્ષિક  બોર્ડ મીટીંગ તાજેતરમાં ૧૮ નવે. ર૦૧૭ના રોજ ફેરફિલ્‍ડ ઇન સ્‍પુટસ શિકાગો ઇલિનોઇસ મુકામે મળી ગઇ.

મીટીંગની શરૂઆત ફાઉન્‍ડર પ્રેસિડન્‍ટ શ્રી સુનિલ શાહના ઉદબોધનથી થઇ હતી. જેમણે સહુનું શાબ્‍દિક સ્‍વાગત કરવાની સાથે FIA ની પ્રવૃતિઓનો અહેવાલ રજુ કર્યો હતો. જેમાં શિકાગોના અહેવાલ રજુ કર્યો હતો. જેમાં શિકાગોના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી ઔસફ સૈયદનો વિદાય સમારંભ, પ્રજાસતાક પર્વની ઉજવણી, સ્‍વાતંત્રગ પર્વની ઉજવણી, દિવાળી મેલા સહિતના કાર્યક્રમો તથા તેમાં થયેલા એકઝીકયુટીવ બોર્ડ તથા તેના સહકારનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ શ્રી ઓમકાર સિંધ સાંઘાએ પણ FIA ની પ્રવૃતિઓની સફળતા બદલ એકઝીકયુટીવ કમિટી તેમજ તમામ મેમ્‍બસનો આભાર વ્‍યકત કર્યો હતો.

ઉપરાંત ફાઉન્‍ડર કમિટી મેમ્‍બર્સ શ્રી રીટા સિંધ, શ્રી ધીતુ ભગવાકર તથા શ્રી મુકેશ શાહએ પણ FIA દ્રારા અત્‍યાર સુધી થયેલી તમામ પ્રવૃતિઓને બિરદાવી હતી. સેક્રેટરી શ્રી નિનાદ દફતરીએ ર૦૧૭ની સાલનો નાણાંકીય અહેવાલ રજુ કરી સરપ્‍લસ ફંડ નવા વર્ષ માટે લઇ જવાશે તેમ જણાવ્‍યું હતું.

બાદમાં હોદા ઉપરથી નિવૃત થઇ રહેલા  FIA પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ શાહએ ર૦૧૭ની સાલની પ્રવૃીતઓ તથા સિધ્‍ધીઓનો અહેવાલ આપ્‍યો હતો. જે પૈકી ભારતીય સિનીયર્સ ઓફ શિકાગોને રપ હજાર ડોલસનું ડોનેશન મુખ્‍ય ગણાવ્‍યું હતું. બાદમાં તેમણે પોતાની સતાથી ર૦૧૭ની સાલના બોર્ડનું વિસર્જન ધોષિત કર્યુ હતું. તથા ર૦૧૮ ની સાલ માટે નવા હોદેદારો નિમવા માટે ફાઉન્‍ડર પ્રેસિડન્‍ટ તથા ફાઉન્‍ડર કમિટી મેમ્‍બર્સને વિનંતી કરી હતી.

FIA ફાઉન્‍ડર્સ તથા ફાઉન્‍ડર કમિટીએ ર૦૧૮ ની સાલના નવનિયુકત પ્રસિડન્‍ટ તરીકે શ્રી નેઇલ ખોટના નામની પસંદગી કરી હતી. શ્રી ખોટએ સંબોધન કરી નવી ટીમ દ્રારા નવા લક્ષ્યાંકો હાંસલ કરવાની નેમ વ્‍યકત કરી હતી.

નવનિયુકત અન્‍ય હોદેદારોમાં એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્‍ટ તરીકે શ્રી હિતેશ ગાંધી તથા શ્રી નિનાદ  દફતરીની  પસંદગી થઇ હતી.  વાઇસ પ્રેસિડન્‍ટ તરીકે શ્રી અલીખાન, સુશ્રી પાયલ શાહ, શ્રી જતિન્‍દર સિંધ બેદી તથા શ્રી ગુરમિત સિંધ છલવનના નામો નકકી થયાં હતાં. સેક્રેટરી તરીકે શ્રી આબીર મારૂ, જોઇન્‍ટ સેક્રેટરી તરીકે શ્રી હર્ષ શાહ, ટ્રેઝરર તરીકે સુશ્રી એશ્વર્યા શર્ર્મા, ડીરેકટર્સ તરીકે સુશ્રી શીતલ દફતરી, શ્રી નિરવ શાહ, સુશ્રી ઇલા પટેલ, શ્રી ધર્મેશ ગાંધી, સુશ્રી ગીતાજંલી મારૂ, ડો. કમલ પટેલ, શ્રી ચેતન પટેલ, શ્રી અલ્‍તાફ બુખારી, શ્રી હંસલ પટેલ, શ્રી કિશોર ભાણજી, શ્રી જગમિત સિંધ તથા શ્રી અશોકકુમારી ડી. પંજાબીના નામો નકકી થયા હતાં.

મીટીંગ સંપન્‍ન થઇ હતી. સાથોસાથ  FIA ટીમએ શ્રી સુનિલ શાહનો જન્‍મદિવસ ઉજવી તેમને સરપ્રાઇઝ આપ્‍યું હતું. તેવું શ્રી જંયતિ ઓઝા દ્રારા જાણવા મળે છે.

(11:42 pm IST)