Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ચાય પે ચર્ચા : અમેરિકાના શિકાગોમાં OFBJP ના ઉપક્રમે યોજાઇ ગયેલો પ્રોગ્રામ : ર્ ‘‘ એન્‍ટી બ્‍લેક મની ડે '' નિમિતે ર૦ નવે. ના રોજ યોજાયેલા પ્રોગ્રામમાં ભારતમાં નોટબંધીની ૧ વર્ષની અસરો વિષે ઉદબોધનો કરાયા : ટેકસની આવકમાં વૃધ્‍ધિ, શંકાજનક ટ્રાન્‍ઝેકશન પકડાયા, કાળુ નાણું પસ્‍તી બની ગયું, કાગળ ઉપર ચાલતી કંપનીઓ ઝડપાઇ, બોગસ બેંક ખાતાઓ પકડાયા સહિતના ફાયદાઓ વર્ણવાયા : મુખ્‍ય વકતા તરીકે પધારેલ ડો. ભરત બારાઇએ નોટબંધીથી આંતકવાદીઓને પુરૂ પડાતું કાળુ નાણું બંધ થઇ જવાનો ફાયદો વર્ણવી પદ્‌માવતી ફિલ્‍મ ઉપરના બાનને બિરદાવ્‍યો

 

શિકાગો : ચાય પે ચર્ચા તાજેતરમાં યુ.એસ. માં OFBJP  ના ઉપક્રમે  ર૦ નવે. ના રોજ શિકાગોમાં આવેલા જલારામ મંદિરમાં ચાય પે ચર્ચા પ્રોગ્રામ યોજાઇ ગયો. જેનો હેતુ એન્‍ટી બ્‍લેક મની ડે. ની ઉજવણીનો હતો.

લંચ બાદ દીપ પ્રાગટય સાથે ચાઇ પે ચર્ચા શરૂ થઇ હતી. OFBJP શિકાગો ચેપ્‍ટરના કો. ઓર્ડીનેટર શ્રી રોહિતે જોશીએ સહુનું શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતું. આ તકે રપ૦ ઉપરાંત સમર્થકો હાજર હતાં.  OFBJP નેશનલ જનરલ સેક્રેટરી શ્રી અમર ઉપાધ્‍યાયએ સંસ્‍થાના ભાવિ લક્ષ્યાંકો તથા પ્રવૃતિઓ વિષયક ઉદબોધન કર્યુ હતું. તથા BJP સરકારના ડેમોટાઇઝેશનના ક્રાંતિકારી પગલાના એક વર્ષની સિધ્‍ધઓ દર્શાવતી તથા તમામ શંકાઓ દૂર કરી દેતી ચાય પે ચર્ચા સાંભળવા અપીલ કરી હતી. તેમજ નવા મેમ્‍બર્સ બનાવવા સહુને અનુરોધ કર્યો હતો. ડેમોટાઇઝેશન થી ઉમેરાયેલા નવા  પ૬ લાખ જેટલા ટેકસ પેપરો, ટેકસની આવકમાં થયેલી વૃધ્‍ધિ, શંકાજનક ૧૮ લાખ  જેટલા બેંક એકાઉન્‍ટસ, ર.૮૯ લાખ કરોડ જેટલી રો કડ રકમની તપાસ, શંકાજનક તેવા ૪ લાખ ૭૩ હજાર જેટલા ટ્રાન્‍ઝેકશન્‍સ, જાહેર નહીં કરાયેલી તેવી ર૯ર૧૩ કરોડ રૂપિયા જેટલી રકમ શોધી કઢાઇ, નોટબંધીથી ૧૬ હજાર કરોડ જેટલું કાળુ નાણું બેંકોમાં જમા થયુ અટકવાથી પસ્‍તી બની ગયું, રોકડ ટ્રાન્‍ઝેકશનમાં ર૧ ટકા જેટલો ઘટાડો, બોગસ તથા કાગળ ઉપર ચાલતી કંપનીઓ ઝડપાઇ ગઇ, ૮૦૦ કરોડ રૂપિયાના બેનામી ટ્રાન્‍ઝેકશન પકડાયા, બેંકોની થાપણોમાં ૩ લાખ કરોડ રૂપિયા જેટલી રકમનો વધારો થયો, ડીજીટલ પેમેન્‍ટમાં  પ૬ ટકા જેટલી વૃધ્‍ધિ થઇ, મુડી દ્રારા ભારતના આર્થિક વૃધ્‍ધિ દરની નોંધ, સહિતના મુદાઓ અંગે પ્રખર વકતાઓ શ્રી હેમંત પટેલ, શ્રી પૃથ્‍વીરાજ સોલંકી, શ્રી નિશાંત લીંબાસીયા, શ્રી પ્રકાશ સૌશી, શ્રી રામકાંત શેઠ, શ્રી અમૃત મિતલ, પ્રો. ડો. રાવ, સહિતનાઓએ પ્રકાશ પાડયો હતો.

 

 

 

 

આ તકે મુખ્‍ય વકતા શ્રી ડો. ભરત બારાઇએ  ઉપરોકત તમામ વકતાઓના ઉદબોધનોના મુખ્‍ય મુદાઓના સાર રૂપે સહુને નવા વર્ષની દિવાળી મુબારક બાદી  પાઠવી હતી. તથા જણાવ્‍યું હતુ  કે ખાસ કરીને  જમ્‍મુ કાશ્‍મીરમાં આંતકવાદીઓને  પુરૂ પડાતુ કાળુ નાણું નોટબંધથી નાબુદ થતાં આંતકવાદ ઉપર કાપ લાવવાનું મહત્‍વનું પગલું સફળ થયું હતું.

સાથોસાથ સંજય લીલા ભણસાલીની ફિલ્‍મ  પદ્‌માવતી ઉપર બાનના પગલાને પણ તેમણે બિરદાવ્‍યું હતું. તથા ઉમેર્યુ હતું કે આવા પ્રકારની ફિલ્‍મોને દાઉદ ઇબ્રાહીમ જેવાઓ દ્રારા ફંડ પુરૂ પાડવામાં આવે છે. તેમણે તમામ  NRI ને ભારતમાં થતી ચૂંટણીઓમાં BJPને વોટ આપવા તથા ભારત સ્‍થિત સંબંધીઓને આ માટે ભલામણ કરવા અનુરોધ કર્યો હતો.

અંતમાં ડો. ભરત બારાઇ પ્રત્‍યે  ખાસ આભારની લાગણી વ્‍યકત કરવાની સાથે તમામ ઉપસ્‍થિતોનો ચેપ્‍ટર કો. ઓર્ડીનેટર શ્રી રોહિત જોશીએ આભાર માન્‍યો હતો. તેવુ ફોટા તથા OFBJP પ્રેસ રીલીઝ  માહિતિ સાથે શ્રી જયંતિ ઓઝા દ્રારા જાણવા મળે છે.

 

(11:43 pm IST)