Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ આગામી આઠમી ડીસેમ્‍બર પહેલા સરકારી ખર્ચાઓ અંગેની જોગવાઇ માટે જો જરૂરી પગલાં ભરવામાં નિષ્‍ફળ જશે તો પછી ખર્ચાની મંજુરીના અભાવે ફેડરલ ગવર્નમેન્‍ટનો તમામ વ્‍યવહાર ઠપ થઇ જવાનો ભય સતાવી રહ્યો છેઃ ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયલસ કે જે ડાકાના નામે સમગ્ર અમેરીકામાં તે પ્રોગ્રામ ઓળખાય છે તેને માટે કોઇ પગલાં ન ભરાતા ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓમાં અસંતોષની લાગણીઃ હાઉસના સ્‍પીકર પૌલ રાયને ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓને ટેબલ પર બેસી ચર્ચા શરૂ કરવા આહવાન આપ્‍યું

( સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ આઠમી ડીસેમ્‍બર પહેલા સરકારી ખર્ચાઓ અંગે જો કોઇ પણ પ્રકારના પગલાં ન ભરે તો ફેડરલ ગવર્નમેન્‍ટનો તમામ વ્‍યવહાર ખર્ચાની મંજુરીના અભાવે ઠપ થઇ જવાનો ભય સેવાઇ રહ્યો છે આથી આ નેતાઓ ટૂંકા ગાળા માટે એટલે કે રરમી ડીસેમ્‍બર સુધી તે અંગેના ખર્ચાની મંજુરી મળી જાયતો સરકારી તંત્ર ઠપ થઇ જવાનો ભય ન રહે અને આ પરિસ્‍થિતિનો કામ ચલાવ રીતે અંત લાવવા માટે રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ આકાશ પાતાળ એક કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

આ અંગે રીપબ્‍લીકન પાર્ટી તથા ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ આ સળગતા પ્રશ્નનો જરૂરી નિકાલ લાવવામાં આવે એમ ઇચ્‍ચી રહ્યા છે પરંતુ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ ઇમીગ્રેશન અને મેકસીકોની સરહદે દિવાલ બાંધવાનો પ્રશ્નએ અગત્‍યનો હોવાથી તેની ચર્ચા પ્રથમ કરવા માંગે છે અને ત્‍યાર બાદ આગળ વધવાની વિચાર ધારામાં માને છે જો સરકારી ખર્ચ અંગે કોઇ પણ પ્રકારના પગલા ન ભરવામાં આવેતો પેન્‍ટેગોન તેમજ સ્‍થાનિક એજન્‍સીઓ દ્વારા જે જુદાજુદા પ્રકારના પ્રોગામોનું આયોજન કરવામાં આવેલ છે તે કાર્યવંત બની શકે એમ ન હોવાથી તમામ પ્રયાસો ખાડે જવાનો ભય સતાવી રહ્યો છે આ સમગ્ર પ્રશ્ન અંગે ચર્ચાઓ માટેનો સમય ઘણોજ ઓછો હોવાથી ટૂકા ગાળા માટે જો ખર્ચ અંગેની ગોઠવણ કરવામાં આવે  તો સરકારના વિભાગો તેની મંજુરીના અભાવે કાર્ય કરતા બંધ ન થઇ જાય આ સમગ્ર પ્રશ્નની લડાઇના મુળ કારણમાં ઇમીગ્રેશનનો અને પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની સરહદ પર દિવાલનો મુખ્‍ય પ્રશ્ન છે અને તેને જો હલ કરવાનો પ્રયાસ  હાથ ધરવામાં ન આવેતો ક્રીસમસ પહેલા અગર જાન્‍યુઆરી માસના સમયગાળા દરમ્‍યાન તમામ વહીવટ ખર્ચાની મંજુરીના અભાવે ઠપ થઇ જવાનો ભય સતાવી રહ્યો છે.

વિશેષમાં ગયા મંગળવારે ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ તથા અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ટ ટ્રમ્‍પ સાથે મીટીંગ થતા અગાઉ કેટલાક પ્રશ્ને ચડભડ થતા ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ પ્રમુખ ટ્રમ્‍પને મળ્‍યા ન હતા અને જેવા સાથે તેવાની નિતિ અખત્‍યાર કરી યોજવામાં આવેલ મીટીંગમાં હાજરી આપી ન હતી આથી આ સમગ્ર પ્રશ્ન ટલ્લે ચઢી ગયેલ છે પરંતુ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ દ્વિપક્ષીય રીતે આ પ્રશ્ન હલ કરવા માંગે છે.

આ સમગ્ર પ્રશ્નના મૂળમાં ઇમીગ્રેશનનો પ્રશ્ન અગત્‍યનો છે અને તેમાં નાની વયના સંતાનો પોતાના પરિવારના સભ્‍યો સાથે અમેરીકામાં આવીને વસેલા છે અને ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એક સરકારી વહીવટી હૂકમ બહાર પાડીને તેમને દેશ નિકાલ ન થઇ શકે તથા તેઓને પરમીટ આપીને અત્રે કામ કરવાની તક આપેલ છે જેને પ્રમુખ ટ્રમ્‍પે રદ કરી. તેની અવધી આગામી માર્ચ માસ દરમ્‍યાન પૂર્ણ થાય છે માટે આવા સંતાનો માટે દ્વિપક્ષીય રીતે એક બીલ ડેમોક્રેટીક પાર્ટીના સેનેટર  ડીક ડર્બીને તતા રીપબ્‍લીકન પાર્ટીના સેનેટર લીન્‍ડસી ગ્રેહામે સેનેટમાં રજુ કરેલ છે તે અંગે આગળ ઘટતા પગલા ભરવામાં આવે એવી તેઓની માંગ છે ડેમોક્રેટીક પાર્ટીના લઘુમતી પક્ષના નેતા ચક શ્‍યુમરે આ અંગે ઘટતું કરવા અંગે વારંવાર તકો આપી હતી પરંતુ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ આ તક ઝડપી નહીં અને હવે તેઓ વિકટ પરિસ્‍થિતિનો સામનો કરી રહ્યા છે.

હાઉસના સ્‍પીકર પૌલરાયને ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડ હૂડ એરાયલસ જે પ્રોગ્રામ ડાકાના નામે ઓળખાય છે તેના કોઇ ઉકેલ છે કે કેમ તેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્‍યું છે કે હા તેનો યોગ્‍ય ઉકેલ છે અને તેની અંતિમ અવથી માર્ચ મહિના સુધીની છે અને તે સમયગાળા દરમ્‍યાન આ અંગે ચોક્કસ પ્રમાણમાં આગળ પગલા ભરી શકાશે આ અંગે ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ ટેબલ પર બેસીને તેની ચર્ચાનો આરંભ કરવો જોઇએ સરકારી ખર્ચના બીલને પસાર કરવા માટે ડેમોક્રેટીક પાર્ટીના સભ્‍યોનો સહકાર પ્રાપ્ત કરવો પડશે  એવું પૌલરાયને અંતમાં જણાવ્‍યું હતું.

ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના બહુમતિ પક્ષના નેતા નેન્‍સી પાલોસીએ જણાવ્‍યું હતું કે બન્‍ને ગૃહોમાં રીપબ્‍લીકન પાર્ટીની બહુમતી છે તથા વાઇટ હાઉસ પણ તેમના હાથમાં છે તો સરકારી ખર્ચ પાસ કરાવવાની જવાબદારી તેઓની છે.

અમેરીકાના પ્રમુખ સાથેની મીટીંગ ગયા મંગળવારે હતી પરંતુ પ્રમુખે ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ અંગે ટ્‍વીટ કરીને સમગ્ર પ્રશ્ન ગુંમવી માર્યો હોવાથી આ નેતાઓએ તેમની સાથેની મુલાકાત પડતી મૂકી હતી.

સરકારી ખર્ચને મંજુરીના અભાવે પડતો ન મુકી શકાય એવું રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ માને છે અને તેથી ટૂંકી મુદત માટે સરકારી ખર્ચ અંગેનું બીલ પસાર કરવામાં આવશે કે જેથી સરકારી તંત્ર ખર્ચાના અભાવે ઠપ ન થઇ જાય અને ત્‍યાર બંન્‍ને પક્ષના નેતાઓ ચર્ચાની એહણ ઉપર બેસીને તેને હલ કરવાનો પ્રયાસ હાથ ધરશે એવુ હાલના વાતાવરણ પરથી માલમ પડી રહ્યું છે આવતા અઠવાડીએ આ સમગ્ર પ્રશ્ન કેવો વળાંક લે છે તે તરફ સૌનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું જોવા મળે છે.  

(9:18 pm IST)