Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

યુ.એસ.માં પિસ્‍કાટા વે ન્‍યુજર્સી સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી અગ્રણી શ્રી રજનીકાંતભાઇ એમ.પટેલનું દુઃખદ અવસાનઃ ૧૪ નવેં.ના રોજ હોસ્‍પિટલમાં દાખલ કરાયા બાદ ૪ ડીસેં.ના રોજ ચિર વિદાય લીધીઃ ગુજરાતના આણંદ જીલ્લાના નાર ગામના વતની સ્‍વ.રજનીકાંતભાઇની ઇચ્‍છા મુજબ તેમનો મૃતદેહ મેડીકલ કોલેજને સંશોધન માટે દાનમાં અપાયોઃ સદગતનું બેસણું તથા પ્રાર્થના સભા ૯ ડિસેં.ના રોજ ગાયત્રી મંદિર વિસ્‍કાટા વે મુકામે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં પિસ્‍કાટા વે સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી અગ્રણી શ્રી રજનીકાંત એમ.પટેલનું ૩ ડિસેં. ૨૦૧૭ના રોજ રાત્રે દુઃખદ અવસાન થયું છે.

ગુજરાતના આણંદ જીલ્લાના નાર ગામના વાઘજી મુળજી ફેમીલી ડેલાવાલાના પુત્ર સ્‍વ.રજનીકાંતભાઇને ૧૪ નવેં.ના રોજ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા. ત્‍યાર પછીના બીજા દિવસે ૧૫ નવેં.ના રોજ પણ સર્જરી કરાવી ત્‍યાં સુધી તેઓ વતન નારના વિકાસ માટે સતત કાર્યરત હતા. તથા વોઇસ મેસેજથી વતનને સંદેશ મોકલતા હતા.

જે તેમની વતન પરસ્‍તી તથા સેવાભાવના દર્શાવે છે.

તેઓ વોલન્‍ટરી નેચર કન્‍ઝરવન્‍સી વિદ્યાનગર નેચર કલબના સક્રિય ટ્રસ્‍ટી હતા. તથા પર્યાવરણ શુધ્‍ધિ માટે કાર્યરત હતા. તથા તે માટે ‘‘સૃષ્‍ટિ મા'' તરીકે કુદરતને ગણાવતા હતા. તેમણે ભારતમાં ‘‘સૃષ્‍ટિ મા''નું મંદિર બનાવવાનું પણ વિચાર્યુ હતું.

સ્‍વ.રજનીકાંતભાઇએ પ્રાથમિક તથા કોલેજ શિક્ષણ મુંબઇમાં લીધુ હતું. ત્‍યારબાદ વડોદરની દિનેશ મીલમાં જોડાયા હતા. બાદમાં વડોદરામાં સ્‍વતંત્ર વ્‍યવસાય પણ શરૂ કર્યો હતો. બાદમાં અમેરિકા સ્‍થાયી થયા હતા. જ્‍યાના છેલ્લા ૩ દાયકાના નિવાસ દરમિયાન અનેક સામાજીક તથા સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહ્યા હતા. જેમાં વૈશ્નવ ટેમ્‍પલ, પાંચ ગામ સંસ્‍થા POSUN, નાર નાગરિક મંડલ, સહિતનો સમાવેશ થાય છે.

તેઓ તેમના પત્‍ની શ્રીમતિ ભારતીબેન, પુત્રો શ્રી હેમલ તથા શ્રી કુશ, તથા માતા વિમળાબેન સહિત વિશાળ સંખ્‍યામાં સ્‍વજનોને તથા નાર ગામના પ્રજાજનો અને ભાવિ પેઢીને તેમજ VNC સહિત તમામને વિલાપ કરતા છોડી ગયા છે. તેમના આત્‍માને પરમકૃપાળુ પરમાત્‍મા શાંતિ આપે તથા તેમના પરિવાર ઉપર આવી પડેલા આઘાતને જીરવવાની શક્‍તિ આપે તેવી પ્રાર્થના.

તેમની ઇચ્‍છા મુજબ તેમનો મૃતદેહ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને સંશોધન માટે દાન કરાયો છે.

સદગતનું બેસણું તથા પ્રાર્થના સભા ૯ ડિસેં.૨૦૧૭ શનિવારના રોજ ગાયત્રી મંદિર, ૨૪૦, સેન્‍ટેનિઅલ એવ. પિસ્‍કાટા વે, ન્‍યુજર્સી મુકામે બપોરે ૧ થી ૪ વાગ્‍યા દરમિયાન રાખેલ છે.

વિશેષ વિગત માટે તેમના પુત્રો શ્રી હેમલનો કોન્‍ટેક નં.૭૩૨-૨૬૧-૫૭૩૫ અથવા શ્રી કુશનો ૭૩૨-૨૬૧-૧૯૭૦ દ્વારા સંપર્ક સાધવાશ્રી કૌશિક અમિન (૨૦૧-૯૩૬-૪૯૨૭)ની યાદીમાં જણાવાયું છે.

(10:01 pm IST)