Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

યુ.એસ. ખાતેના અમેરિકાના પ્રતિનિધિ ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિકકી હેલી શ્રેષ્‍ઠ રાજકિય પ્રવકતા : હિલેરી કિલન્‍ટન કરતાં પણ વધુ અસરકારક પ્રવકતા હોવાનો ટેકનોલોજી કંપની ટ્રીન્‍ટનો અભ્‍યાસ : સ્‍પષ્‍ટપણે, બુધ્‍ધિપૂર્વક, અસરકારક રીતે તથા સરળ ભાષામાં સંવાદ સાધી શકતા હોવાનું રિપોટીંગ

વોશીંગટન : તાજેતરમાં ટેકનોલોજી કંપની ટ્રીન્‍ટ એ બહાર પાડેલા અહેવાલથી યુ.એસ. ખાતેના અમેરિકાના પ્રતિનિધિ ઇન્‍ડિયન અમેરિકન રિપબ્‍લીક મહિલા સુશ્રી નિકકી હેલીને ડેમોક્રેટ હિલેરી કિલન્‍ટન કરતા વધુ સ્‍પષ્‍ટ તથા અસરકાર પ્રવકતા ગણાવ્‍યા છે.

ટ્રીન્‍ટના અભ્‍યાસમાં જાણવા મળયા મુજબ સુશ્રી નિકકી શ્રેષ્‍ઠ રાજકિય પ્રવકતા છે.તથા પોતે જે વાત કહેવા માંગે છે તે સ્‍પષ્‍ટપણે, બુધ્‍ધિપૂર્વક, અસરકારક રીતે તથા સરળ ભાષામાં કહી શકે છે.

 

(11:12 pm IST)