Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ઇન્ડિયન અમેરિકન ડો.મુકુલ ચાંદ્રાનો કોરોનાએ ભોગ લીધો : ગુજરાતની એમ.એસ.યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ ડો.મુકુલ ચાંદ્રાના અવસાન બદલ AAPI એ શોક વ્યક્ત કર્યો

કલીવલેન્ડ : ઇન્ડિયન અમેરિકન ડો.મુકુલ ચાંદ્રાનો કલીવ લેન્ડ મુકામે 18 ઓક્ટોબરના રોજ કોરોનાએ ભોગ લીધો છે.તેમણે ક્લિવલેન્ડ ખાતેના ક્લિનિકમાં પરિવારજનોની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે ચીર વિદાય લીધી હતી.

ડો.મુકુલના અવસાન બદલ અમેરિકન એશોશિએશન ઓફ ફિઝીશીઅનશ ઓફ ઇન્ડિયન ઓરિજીન(  AAPI  )  પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાલા ગડ્ડાએ શ્રદ્ધાંજલિ આપી હતી.

ડો.મુકુલ ભારતના  ગુજરાતની એમ.એસ.યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ હતા તથા જુદા જુદા દેશોમાં  અભ્યાસ  કરી અમેરિકાના ક્લિવલેન્ડમાં સ્થાયી થયા હતા.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:42 pm IST)