Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

યુ.એસ.માં મેઈને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સારા ગીડીયોન સેનેટની ચૂંટણી હાર્યા : પ્રતિસ્પર્ધી રિપબ્લિકન ઉમેદવારને 4,09,974 તથા ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી સારાને 3,39,364 મતો મળ્યા

મેઈને  : યુ.એસ.માં મેઈને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સારા ગીડીયોન સેનેટની ચૂંટણી હાર્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેમના પ્રતિસ્પર્ધી રિપબ્લિકન ઉમેદવારને 4,09,974 તથા  ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી સારાને 3,39,364 મતો મળ્યા હતા.

સુશ્રી સારાના પિતા ભારતથી અમેરિકા આવ્યા હતા.તથા શિશુ રોગ નિષ્ણાત તરીકે રોડ્સ આઇલેન્ડમાં સ્થાયી થયા હતા.તેમના 4 સંતાનો પૈકી સુશ્રી સારા ગીડીયોન સૌથી નાના એટલેકે ચોથા નંબરના સંતાન છે.તેઓ યુ.એસ.માં મેઈને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ મા 48 મા ડિસ્ટ્રીક્ટમાંથી ચૂંટાઈ આવ્યા હતા.તથા તેઓ સ્પીકર તરીકે નિમાયા હતા.જેમણે મેઈનેમથી સેનેટર તરીકે ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

(7:18 pm IST)