Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર બેન્ક મેનેજરની હત્યા : ખુદ સુરક્ષાકર્મીએ ગોળી મારી ઢીમ ઢાળી દીધું

લાહોર : પાકિસ્તાનની  સરકારી બેન્કના મેનેજર ઇમરાન હનીફની બેન્કના સુરક્ષાકર્મી અહમદ નવાજે  ગોળી મારી હત્યા કરી નાખી હોવાનું જાણવા મળે છે.

આ સુરક્ષાકર્મી નિવૃત આર્મીમેન છે.જેણે જણાવ્યા મુજબ મેનેજરે ઇશનિંદા કરવાથી મેં તેની હત્યા કરી નાખી છે.ગોળીબારથી ઘાયલ થયેલા બેન્ક મેનેજરને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

જોકે એક  અભિપ્રાય મુજબ બેન્ક મેનેજરે આ સુરક્ષાકર્મીને નોકરીમાંથી કાઢી મુકવાની ચીમકી આપી હતી તેથી રોષે ભરાયેલા આ કર્મીએ તેના ઉપર ગોળીબાર કર્યો હતો.તથા બાદમાં પોતાના બચાવ માટે મેનેજરે ઇશનિંદા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)