Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વિશ્વ પ્રસિધ્ધ ઇન્ડિયન અમેરિકન તબલચી શ્રી ઝાકિર હુસૈનને માનદ ડોકટરેટ પદવી એનાયત કરાશેઃ બર્કલે કોલેજ ઓફ મ્યુઝીકના ઉપક્રમે ૨૨ નવેં.૨૦૧૯ના રોજ ડોકટરેટ પદવી આપી સન્માનિત કરાશે

મેસ્સેચ્યુએટસઃ વિશ્વ પ્રસિધ્ધ ઇન્ડિયન અમેરિકન તબલચી શ્રી ઝાકિર હુસેનને બર્કલે કોલેજ ઓફ મ્યુઝીક દ્વારા માનદ ડોકટરેટ ડીગ્રી એનાયત કરાશે.

હાર્વડ બિઝનેસ સ્કુલ ઓલસ્ટોન મેસ્સેચ્યુએટસ મુકામે ૨૨ નવેં.૨૦૧૯ના રોજ સાંજે ૭-૩૦ કલાકે તેઓને ઉપરોકત પદવી એનાયત કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.

માનદ ડોકટરેટ પદવી સૌપ્રથમવાર મેળવનાર શ્રી ઝાકિર હુસેનએ જણાવ્યું હતું કે આ પદવીથી તેઓ નિષ્ણાંત થઇ ગયા છે તેવું માનવાને બદલે આજીવન સ્ટુડન્ટ રહેવાની તથા નવું શીખવાની પ્રેરણાં મેળવશે. જે માટે આ પદવી તેઓને પ્રોત્સાહન પુરૂ પાડશે.

(8:53 pm IST)