Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

કેનેડામાં કુશળ કર્મચારીઓની ભરતી માટે ચીન કરતા ભારતના STEM ગ્રેજ્યુએટને પ્રથમ અગ્રતા : અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ વિઝા નિયમો કડક બનાવતા ભારતીય ટેક્નોલોજીસ્ટસ માટે કેનેડામાં લાલ જાજમ

કેનેડા : અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ વિઝા નિયમો કડક બનાવતા કેનેડા સરકારએ વિદેશી કુશળ કર્મચારીઓ માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે.પરિણામે ચીન તથા ભારતના ટેક્નોલોજીસ્ટનો પ્રવાહ કેનેડા તરફ ઢળ્યો છે.તેમાંયે ચીન કરતા ભારતના  STEM ગ્રેજ્યુએટને કેનેડામાં પ્રથમ અગ્રતાઅપાતી હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:55 pm IST)
  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST