Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

લંડન સ્થિત NRI મહિલા સુશ્રી નિહારિકા દેસાઇને ૨.૪૨ કરોડ રૂપિયા ચૂકવી દયોઃ ગુજરાત હાઇકોર્ટનો ઓરીએન્ટલ વીમા કંપનીનો આદેશઃ ૧૯૯૫ની સાલમાં સુરતમાં થયેલા અકસ્માતથી પતિનું અવસાન થતા માંગેલુ વળતર મંજુર

લંડનઃ ૧૯૯૫ની સાલમાં સુરતમાં થયેલા અકસ્માતથી મૃત્યુ પામેલા યુ.કે.ના NRI નરેશ દેસાઇનું મૃત્યુ નિપજતા તેમના પત્ની નિહાસિકા દેસાઇએ ઓરીએન્ટલ વીમા કંપની પાસેથી વળતર માટે કરેલા દાવાનો આખરે ૨૪ વર્ષ બાદ નિકાલ થયો છે. જે મુજબ ગુજરાત હાઇકોર્ટએ નિહારીકા દેસાઇને ૨.૪૨ કરોડ ચૂકવી દેવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની સાલમાં ટ્રિબ્યુનલે મૃતકની વિધવાને ૭૯.૦૩ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી દેવાનો વીમા કંપનીને આદેશ આપ્યો હતો. જે સામે વળતરની રકમ ઘટાડવા વીમા કંપનીએ હાઇકોર્ટ સમક્ષ દાદ આપી હતી જે નામંજુર કરી હાઇકોર્ટએ ટ્રિબ્યુનલનો ચૂકાદો યથાવત રાખતો હુકમ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:55 pm IST)