Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ટેકસનું ભારણ ઘટાડવા મિસૌરી સીટી કાઉન્સીલર તરીકે ઇન્ડિયન અમેરિકન કનસલ્ટન્ટ શ્રી શૈઝાદ ચત્રીવાલ ચૂંટણી લડયા

ટેકસાસઃ ઇન્ડિયન અમેરિકન કન્સલ્ટન્ટ શ્રી શૈઝાદ ચત્રીવાલએ ટેકસાસના મિસોરી સીટી કાઉન્સીલર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેઓ શહેરમાં ટેકસનું ભારણ ઘટાડવા માટે આવકના અન્ય સ્ત્રોતોનો ઉપયોગ વધારવાની નેમ ધરાવે છે. તથા સિનીયર સિટીઝનોને ટેકસમાંથી રાહત આપવાની નેમ સાથે પ્રોપર્ટી ટેકસ પણ ઘટાડવા માંગે છે. ઔદ્યોગિક રોજગારી વધારવાના પ્રયત્ન માટે પોતાનો અનુભવ કામે લગાડી તેમણે વિજયી થવાની ઉજમીદ દર્શાવી હોવાનું જાણવા મળે છે.

(8:02 pm IST)