Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમેરિકામાં H-1B વીઝા અરજીઓ રીજેકટ કરવાના પ્રમાણમાં ૪ ગણો વધારોઃ પ્રેસિડન્ટ ટ્રમ્પની ''બાય અમેરિકન,હાયર અમેરિકન'' નીતિ જવાબદારઃ નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલીસીનો ૨૮ ઓકટો.૨૦૧૯નો અહેવાલ

 વોશીંગ્ટનઃ અમેરિકા જવા માટે અપાતા H-1B વીઝા મંજુર કરવાનંુ પ્રમાણ ૨૦૧૯ની સાલમાં ઘટવા પામ્યું છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલીસીના ૨૮ ઓકટો.ના અહેવાલમાં જણાવાયા મુજબ H-1B વીઝા માટેની દર ૪ અરજીઓમાંથી એક અરજી રદ કરી દેવાનો રેશીયો જોવા મળ્યો છે. જે ૨૦૧૫ની સાલમાં રદ કરાયેલી અરજીઓ કરતાં ૪ ગણું પ્રમાણ ધરાવે છે.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના બાય અમેરિકન, હાયર અમેરિકન નિર્ણયના કારણે H-1B વીઝા અરજીઓ રદ કરવાના વધી રહેલા પ્રમાણથી સ્થાનિક ગ્લોબલ કંપનીઓ ચિંતીત છે. તેમના મતે ભવિષ્યમાં ટેકનોલોજી ક્ષેત્રે નિષ્ણાંત કર્મચારીઓની અછત વરતાશે પરિણામે દેશ ટેકનોલોજી ક્ષેત્રે પાછળ રહી જશે.

સામે પક્ષે કેનેડા સહિતના દેશો ટેકનોલોજી નિષ્ણાંતો માટે હોટ ફેવરીટ બનવા લાગ્યા છે. જે માટે પ્રેસિડન્ટ ટ્રમ્પની સ્થાનિક અમેરિકનોને નોકરીમાં પ્રાધાન્ય આપવાની નીતિ જવાબદાર છે.

(9:31 am IST)