Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

યુ.એસ.ની ન્યુજર્સી સ્ટેટ એસેમ્બલીમાં ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન શ્રી ભરત રાણાઃ ૩૪માં લેજીસ્લેટીવ ડીસ્ટ્રીકટમાંથી રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

ન્યુજર્સીઃ ઇન્ડિયન અમેરિકન શ્રી ભરત ટી.રાણાએ યુ.એસ.માં ન્યુજર્સીના ૩૪મા લેજીસ્લેટીવ ડીસ્ટ્રીકટમાંથી રિપબ્લીકન તરીકે ઉમેદવારી નોંધાવી છે.

આ અગાઉ તેમણે ૨૦૧૫ની સાલમાં કિલફટોન બોર્ડ ઓફ એજ્યુકેશનમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ ત્રીજા ક્રમે હતાં. તેમણે પેસેઇક બોર્ડ ઓફ એજ્યુકેશન તેમજ કમિશ્નર ફોર પેસિફીક હાઉસીંગ ઓથોરીટીમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ ત્રીજા ક્રમે હતાં. તેમણે પેસેઇક બોર્ડ ઓફ એજ્યુકેશન તેમજ કમિશ્નર ફોર પેસિફીક હાઉસીંગ ઓથોરીટીમાં મેમ્બર તરીકે ફરજ બજાવેલી છે. ઉપરાંત સ્પેશીઅલ એજ્યુકેશન ટીચર તરીકે પણ પેસેઇકમાં ફરજ બજાવી ચૂકયા છે. પ નવેં.ના રોજ ચૂંટણી છે. 

(8:16 pm IST)
  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST

  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST