Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ચીન ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના નામે ધમકી આપી નાણાં પડાવવાનું કારસ્તાન : ચીનમાં વસતા ભારતીયોને સાવધ રહેવા દૂતાવાસ કચેરીનો અનુરોધ

પેજિંગ : ચીનમાં વસતા ભારતીયોને પોતે દૂતાવાસ કચેરીનો કર્મચારી છે તેવો ફોન કરી વિઝા નિયમોનો ભંગ કરવા સબબ ધમકી આપી નાણાં પડાવતા અનિલ શર્મા નામના શખ્શથી સાવધ રહેવા તથા તેની જાળમાં નહીં ફસાવા ચીન ખાતેની ભારતની દૂતાવાસ કચેરીએ અનુરોધ કર્યો છે.જેમાં જણાવ્યા મુજબ કચેરી તરફથી આવા કોઈ ફોન કરાતા નહીં હોવાનું જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:58 pm IST)
  • સ્‍વાઇન ફલુઅે વધુ અેકનો ભોગ લીધો : ઉપલેટાનાં વડજાંગ જાળિયાના ૬પ વષૅના વુધ્‍ધ્‍નુ મોત : કુલ મૃત્‍યુ આંક ૩પ થયો. access_time 7:57 pm IST

  • મુંબઇના દહાણું નજીક માલગાડીમાં લાગી આગ:ગુજરાત-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો:અમદાવાદથી રાત્રે ઉપડેલી તમામ ટ્રેનો મોડી:અનેક ટ્રેનો થઇ રદ્દ, કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા:મોડી રાત્રે લાગેલી આગ કાબૂમાં:દૂરંતો, લોકશક્તિ અને ગુજરાત મેલ મોડી પડી :સુરત નજીક અનેક ટ્રેનો રોકાઇ: વહેલી સવારે ટ્રેન વ્યવહાર પૂર્વવત :વેસ્ટર્ન રેલવેએ હેલ્પ ડેસ્ક શરૂ કર્યાં access_time 11:49 am IST

  • આણંદ: બોરસદ પાસે ઇંટોના ભઠ્ઠા પર ગોંધી રખાયેલા 45થી વધુ મજૂરોને તંત્ર દ્વારા છોડાવવામાં આવ્યા : મજૂરોમાંથી એક વ્યક્તિએ તંત્રને લેખિત રજૂઆત કરી હતી જેથી તંત્રએ મજૂરોને છોડાવ્યા : હાલ તમામ મજૂરોને રાજીવ ગાંધી ભવનમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખવામા આવ્યા છે અને કાલે તેમને તેમના વતન મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:23 pm IST