Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા અનાહિમ શહેરના સૌપ્રથમ શીખ મેયર બનવાનો રેકોર્ડ શ્રી હૈરી સિંહ સિધ્ધુના નામે : .2002 થી 2012 ની સાલ દરમિયાન શહેરના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ આ વર્ષે મેયર બન્યા

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા અનાહિમ શહેરના સૌપ્રથમ શીખ મેયર બનવાનો રેકોર્ડ શ્રી  હૈરી સિંહ સિધ્ધુના નામે નોંધાયો છે.2002 થી 2012 ની સાલ દરમિયાન શહેરના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ આ વર્ષે 6 નવે ના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેઓ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે.તેઓ 1974 ની સાલથી અમેરિકામાં સ્થાયી થયા છે.

(12:02 pm IST)
  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • વલસાડ:મોગરવાડી વિસ્તારની ઘટના :પાંચ વર્ષીય બાળકી સાથે શારિરીક અડપલાંનો કિસ્સો આવ્યો પ્રકાશમાં:બાળકી સાથે અડપલાં કરનાર વ્યક્તિને લોકોએ મારમારી પોલીસને હવાલે કર્યો:પોલીસે આરોપી વધુ તપાસ હાથ ધરી:આરોપીનું મેડિકલ કરાવી ફરિયાદ લેવાની તજવીજ ચાલુ access_time 6:14 pm IST

  • પાસપોર્ટમાં પિતાના નામ મુદ્દે HCનો નિર્ણય: પાસપોર્ટમાં લખી શકાશે સાવકા પિતાનું નામ: પંજાબ-હરિયાણા HCની ડબલ બેન્ચનો નિર્ણય: સિંગલ બેન્ચના નિર્ણયને પલટ્યો હાઈકોર્ટે access_time 10:13 pm IST