Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગલ્‍ફ દેશોમાં રોજી રોટી રળવા જતા ભારતીયો પૈકી રોજના ૧૦ મોતને ભેટે છેઃ છેલ્લા ૬ વર્ષમાં ૨૪૭૫૦ ભારતીયો મૃત્‍યુ પામ્‍યાઃ વતનમાં નાણાં મોકલવામાં પ્રથમ ક્રમે ગણાતાં UAEના ભારતીયો વિષે ચોંકાવનારો અહેવાલ

ન્‍યુદિલ્‍હીઃ ગલ્‍ફ દેશોમાં રોજી રોટી રળવા માટે જતા અને નાણાંની બચત કરી વતનમાં મોકલતા ભારતીયો વિશેનો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્‍યો છે. જે મુજબ છેલ્લા ૬ વર્ષથી દરરોજ ૧૦ ભારતીય મજુરો મોતને ભેટે છે.

અહેવાલમાં જણાવાયા મુજબ ૧ જાન્‍યુ ૨૦૧૨ થી ૨૦૧૮ની સાલના મધ્‍યભાગ સુધીમાં ગલ્‍ફના ૬ દેશોના મળી ૨૪૫૭૦ ભારતીયો મૃત્‍યુ પામ્‍યા છે. આ આંકડા બહેરીન ઓમાન, કતાર, તથા સાઉદી અરેબિયાના તથા કુવૈતના છે.

ઉલ્લેખનીય છે કે આદેશોમાં વસતા ભારતીયો દ્વારા વતનમાં મોકલાતા નાણાં અન્‍ય તમામ દેશોમાંથી આવતા નાણાંમાં અડધો અડધ જેટલો હિસ્‍સો ધરાવે છે. પરંતુ સામે પક્ષે નાણાં કમાવા જતા કેટલા ભારતીયો અકાળે મોતને ભેટે છે તે પ્રશ્ન પણ વિચારવા જેવો છે. તેવું કોમનવેલ્‍થ હયુમન રાઇટસના શ્રી વેંકટેશ નાયકના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:45 pm IST)