Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

''શ્રી ગુરૂ સાંઇ લીલા''ઃ યુ.એસ.ના ઇલિનોઇસમાં આવેલા શ્રી સાંઇબાબા ટેમ્પલમાં યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ આચાર્ય પર્ફોમીંગ આર્ટસ એકેડમીના શિષ્યોએ ડાન્સ તથા ડ્રામા દ્વારા શ્રી શિરડી સાંઇબાબાનો જીવનસંદેશ વ્યકત કર્યો

ઇલિનોઇસઃ યુ.એસ.માં આચાર્ય પર્ફોમીંગ આર્ટસ એકેડમીના સ્ટુડન્ટસએ વિજયા દશમીના દિવસે ''શ્રી ગુરૂ સાંઇ લીલા'' ડાન્સ તથા ડ્રામા પ્રોગ્રામ રજુ કર્યો હતો.

સાંઇબાબા ટેમ્પલ, ઔરોરા, ઇલિનોઇસ મુકામે ગુરૂ વિદુષી સુશ્રી આશા અડીગા આચાર્યાના માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામ શ્રી શિરડી સાંઇબાબાના ૧૦૦મા સમાધિ વર્ષની ઉજવણી નિમિતે યોજાયો હતો.

પ્રોગ્રામ અંતર્ગત રજુ કરાયેલ ડાન્સ ડ્રામા દ્વારા શ્રી શિરડી સાંઇબાબાના જીવન સંદેશ વ્યકત કરતા બનાવો દર્શાવાયા હતા. તેવું શ્રી સુરેશ બોડીવાલા તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(10:36 pm IST)
  • ભરૂચમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા શહેરીજનો તેમના ઘરના આંગણા રંગોળીથી સજાવી access_time 6:45 pm IST

  • મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 58 લાખનું સોનુ ઝડપાયુંં : મુંબઈ કસ્ટમે 58 લાખના સોનાના બાર ઝડપ્યા : ઇન્ડિગો ફ્લાઈટના યાત્રી મજમલ શેખ પાસેથી સોનાના બાર ઝડપાયા : બે પેકેટમાં છુપાવવામાં આવ્યું હતું સોનુ access_time 9:18 pm IST

  • અંકલેશ્વર GIDC ની આમ્રપાલી ચોકડી સ્થિત ચામુંડા મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ access_time 6:45 pm IST