Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

યુ.એસ.માં IACFNJના ઉપક્રમે ઉજવાયેલા નવરાત્રિ મહોત્સવમાં ૭ હજાર ઉપરાંત લોકો ઉમટી પડયાઃ નામાંકિત કલાકારો, ગીતકારો, તથા સંગીતકારોએ ખેલૈયાઓને મન મુકીને ધુમાવ્યાઃ સ્થાનિક વ્યાવસાયિકો, રાજકિય અગ્રણીઓ, સહિત કોમ્યુનીટી આગેવાનોની ઉપસ્થિતિ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ઇન્ડો અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી (IACFNJ)ના ઉપક્રમે ઓકટો.૨૦૧૮માં ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ના રોજ વીક એન્ડ દરમિયાન ભારે ઉમંગપૂર્વક નવરાત્રિ ગરબાની રમઝટ બોલાવાઇ હતી. જેમાં સાત હજાર ઉપરાંત લોકો જોડાયા હતા.

IACFNJ સાઉથ બ્રન્સવીક ન્યુજર્સીના ઉપક્રમે કરાયેલી આ નવરાત્રિ તહેવારની ઉજવણીમાં નામાંકિત સંગીતકારો, તથા ગાયકો ઉપરાંત સ્થાનિક તથા સ્ટેટ કક્ષાના આગેવાનો ઉપરાંત સેનેટર મેનેન્ડેઝ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

મોનમાઉથ જંકશનમાં આવેલી સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલમાં ૧૨-૧૩-૧૯ તથા ૨૦ ઓકટો દરમિયાન કરાયેલી નવરાત્રિ તહેવારની ઉજવણીમાં શકિત દુર્ગા, લક્ષ્મી તથા સહસ્વતીની આરાધના સાથે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સ્ટેટ ઓફ આર્ટ જીમ્નેશીઅમ ખાતે કરાયેલી ઉજવણીમાં પણ ૬ હજાર જેટલા લોકો ઉમટી પડ્યા હતા. જેમાં નોર્થ બ્રન્સવીક, ફ્રેન્કલીન પાર્ક, પ્રિન્સેટોન,મોનરો, રોબિન્સ વિલ્લે, ઇસ્ટ તથા વેસ્ટ વિન્ડસર સહિતના સ્થળોએથી લોકો ઉમટી પડયા હતા. તથા રાસ ગરબા, અને સનેડોનો આનંદ માણ્યો હતો.

છેલ્લા એક દસકા ઉપરાંત સમયથી ઉજવાતા આ ઉત્સવમાં સુપ્રસિધ્ધ મહેશ મહેતા ગૃપ તેમજ બોલીવુડ તથા સ્થાનિક ગાયકો અને સંગીતકારોએ તમામને ગીત સંગીતના તાલે ઝુમાવ્યા હતા. ઉપસ્થિત લોકોની પૂરતી સલામતિ વ્યવસ્થા સાથે ઉજવાતા IACFNJ આયોજીત નવરાત્રિ ઉત્સવમાં માતાજી તથા ગરબીને શણગાર અને રોશની સાથે ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.

ઉત્સવમાં સ્થાનિક અગ્રણી વ્યાવસાયિકો, કોમ્યુનીટી લીડર્સ, સ્ટેટ પબ્લીક અધિકારીઓ, સેનેટર રોબર્ટ મેનેન્ડેઝ, AAPI ડીરેકટર ફોર સેનેટર શ્રી અમિત જાની, સાઉથ બ્રન્સવીક મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સીલ મેન તથા વુમન, ફ્રી હોલ્ડર, સ્કૂલ બોર્ડ મેમ્બર્સ, સહિતના અગ્રણીઓ ઉપરાંત સ્પેશ્યલ ગેસ્ટ તરીકે શ્રી કપિલ શાહએ હાજરી આપી હતી. ઉત્સવને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા માટે IACFNJ પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ, ચેરમેન શ્રી હિતેશ પટેલ, વાઇસ પ્રેસિડન્ટ શ્રી મહેશ પટેલ, તથા શ્રી દેવન પટેલ, સેક્રેટરી શ્રી મેક શાહ, ટ્રેઝરર શ્રી રાજેશ પટેલ, જોઇન્ટ સેક્રેટરી સુશ્રી સુરભિ અગરવાલ તથા ટ્રસ્ટીઓ શ્રીરાઓજી પટેલ, શ્રી રેવો નાવાણી, શ્રી જાદવ ચૌધરી, શ્રી મુર્થી પેરામિલ્લી, તેમજ સમગ્ર કમિટી મેમ્બર્સ અને વોલન્ટીઅર્સએ જહેમત ઉઠાવી હતી.

વિશેષ માહિતી WWW.IACFNJ.org અથવા ઇમેલ iacfnj@yahoo.com દ્વારા મળી શકશે Ng ડો.તુષાર પટેલની યાદી જણાવે છે.

(10:33 pm IST)
  • વલસાડ:મોગરવાડી વિસ્તારની ઘટના :પાંચ વર્ષીય બાળકી સાથે શારિરીક અડપલાંનો કિસ્સો આવ્યો પ્રકાશમાં:બાળકી સાથે અડપલાં કરનાર વ્યક્તિને લોકોએ મારમારી પોલીસને હવાલે કર્યો:પોલીસે આરોપી વધુ તપાસ હાથ ધરી:આરોપીનું મેડિકલ કરાવી ફરિયાદ લેવાની તજવીજ ચાલુ access_time 6:14 pm IST

  • મુંબઇના દાહણું નજીક માલગાડીમાં આગ લાગતા ગુજરાત-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાતા ભરૂચ-અંકલેશ્વરમાં મુસાફરો અટવાયા access_time 6:44 pm IST

  • નવસારી સબ જેલમાં પોલીસ સાથે મારામારીના કેસમા સજા કાપી રહેલા કેદીએ હાથની નસ કાપી કરી આત્માહત્યા. access_time 6:14 pm IST