Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

''જયા વસે, ગુજરાતી તથા વસે ગુજરાત''ઃ યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના ઉપક્રમે નવરાત્રિ ઉત્સવ ઉજવાયોઃ માતાજીની આરતી તથા દાંડીયા રાસની રમઝટમાં ગુજરાતી પરિવારો જોડાયા

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના ઉપક્રમે સતત ૧૬મા વર્ષે જર્સી સીટીમાં ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિ ઉત્સવ ઉજવાઇ ગયો.

ઓકટો.૨૩ના રોજ નવરાત્રિના ૯ દિવસ દરમિયાન ૨ વીક એન્ડમાં કરાયેલી ઉજવણીમાં ગુજરાતી પરિવારો સુપ્રસિધ્ધ પાર્થ ઓઝા ગૃપ સાથે મન મુકીને ઝુમ્યા હતા.

વંશપરંપરાગત રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઇને આવેલા આ પરિવારોએ મા દુર્ગાની ડેરીને ફરતા રાસ લઇ માતાજીની આરતી પ્રાર્થનાનો લહાવો લીધો હતો. તથા આખી રાત તહેવારનો આનંદ માણ્યો હતો જેમાં ૭૦૦ જેટલા લોકો જોડાયા હતા.

દાંડીયા રાસની રમઝટમાં જોડાયેલા લોકોમાં શ્રી તેજલ પટેલ, સુશ્રી અર્ચિતા ઉપાધ્યાય, ડો.શીતલ દેસાઇ, સાઉથ એશિઅન કોમ્યુનીટી લીડર શ્રી દિલીપ ચૌહાણ, શ્રી જીજ્ઞેશ શાહ, સુશ્રી અવનિ માથુરીઆ, (વૈશ્નવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક) સુશ્રી રેશ્મા લાલવાણી, સુશ્રી દીયા શાહ, ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના સેક્રેટરી સુશ્રી ભારતી દેસાઇ, પ્રેસિડન્ટ શ્રી મિનેશ પટેલ, સુશ્રી ભારતી મહેતા, શ્રી દિપક મહેતા, સુશ્રી શીતલ દેસાઇ, સુશ્રી મીનુ પરમાર, સુશ્રી ભારતી જોશી, શ્રી દિવ્યેશ ત્રિપાઠી, સુશ્રી રેશ્મા લાલવાણી, સહિતના અગ્રણીઓ જોડાયા હતા. તેવું શ્રી દિલીપ ચૌહાણના ફોટો સૌજન્ય તથા અહેવાલ દ્વારા જાણવા મળે છે. 

(10:32 pm IST)
  • ભરૂચ શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોએ જિલ્લાવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી access_time 6:45 pm IST

  • દિલ્હીમાં ફરી લાગુ પડી શકે ઓડ-ઈવન: 48 કલાકમાં હવા નહીં સુધરે તો લેવાશે નિર્ણય:સરકાર દ્વારા આ અંગે તૈયારી કરવામાં આવી access_time 10:13 pm IST

  • ભરૂચ જિલ્લામાં ભાઈ અને બહેનનો અખંડ પ્રેમનું પ્રતિક એવા ભાઈબીજની શ્રધ્ધાભેર ઉજવણી : ભાઈના લાંબા આયુષ્યની બહેનોએ કામના કરી access_time 6:44 pm IST