Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

યુ.એસ.માં BAPS ચેરીટીઝના ઉપક્રમે ડલાસ ટેકસાસમાં હેલ્થફેર યોજાયોઃ ૩૯૦ ઉપરાંત લોકોએ વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ મેળવી

ડલાસઃ પોતાના મન અને શરીરના આરોગ્ય અંગે જાગૃત ઉત્સાહી માનવમહેરામણને લહેરાતો જોઇ અરવિંગના ડો.સચિન પટેલ ચકિત થઇ ગયા હતા. જે હેતુને લઇને તેઓએ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ધાર કર્યો હતો, એ જાણે પાક્કો થઇ ગયો! એ ક્ષણે તેમને તબીબી ક્ષેત્રમાં આવવાનો હેતુ દરેકની સેવા કરવી, દરેકનું જીવન સુધારવું, અને સમાજનું કલ્યાણ કરવું યાદ આવી ગયો.

વર્ષ ૨૦૧૮માં ઓકટોબરની ૧૩મી તારીખે બીએપીએસ ચેરિટીઝે ૧૭માં વાર્ષિક આરોગ્ય મેળાનું, બીએપીએસ મંદિર, ૪૬૦૧, સ્ટેટ હાઇવે ૧૬૧, અરવિંગ, ટેકસાસ, ૭૫૦૩૮ ખાતે સવારના ૮ થી બપોરના ૨ સુધીમાં આયોજન કર્યુ હતું. ૬૦ ઉપરાંત તબીબો, પરિચારિકાઓ, અને અન્ય સહાયકોની સેવાનો લાભ ૩૯૦ થી વધુ લોકોએ લીધો હતો. વ્યાવસાયિક સ્વયંસેવકોએ લાભાન્વિતોને આરોગ્ય વિષયક અગમચેતીરૂપ સહાય પુરી પાડી હતી, તથા માનસિક અને શારિરીક સ્વાસ્થ્યની જાળવણી વિષે અમૂલ્ય માહિતી આપી હતી. પાર્કલેન્ડ કમ્યુનિટી હેલ્થ ઇન્સ્ટિટ્યુટ, કાર્ડિયોવસ્કયુલર સિસ્ટમ્સ ઇન્ક, એબટ, સ્યોર કયોર થેરેપી એન્ડ વેલનેસ, અને ફ્રન્ટવ્યૂ પ્રોવાઇડર હોમ હેલ્થ જેવી ભાગીદારી સંસ્થાઓ પણ પુરા સમય દરમ્યાન ઉપસ્થતિ રહી હતી. બીએપીએસ ચેરિટીઝે સમગ્ર અમેરિકામાં ૪૦થી વધુ સ્થળોએ ાવા આરોગ્ય મેળાનું આયોજન કર્યુ હતું.

અમેરિકાની આરોગ્ય સેવા પ્રણાલી હાલ પરિવર્તનમાંથી પસાર થઇ રહી છે. આ પરિવર્તન મુજબ તબીબો રૂગણ પરિસ્થિતિમાં મુકાવાને બદલે અગમચેતીભરી સારવાર અને પ્રાથમિક આરોગ્ય પર ભાર મૂકે છે. બીએપીએસનો આરોગ્ય મેળો આ હેતુની પૂર્તિ હેતુ સમાજને પોતાના આરોગ્ય અને સ્વાસ્થ્યને નિયંત્રણમાં લેવાની તક પુરી પાડે છે. વળી, દરેકને પોતાના સ્વાસ્થ્યના સુધાર માટે રોજિંદા કાર્યોમાં શું સુધારો લાવી શકાય એની સમજણ પણ આરોગ્ય મેળો આપે છે.

રાજ્ય પ્રતિનિધિ શ્રીમાન મેટ રિનાલ્ડીએ થોડાં શબ્દોમાં કહ્યું હતું કે, ''બીએપીએસ ચેરિટિઝ સામાજિક યોગદાન, નિષ્ઠા અને સેવાનો સુમેળ છે'' તેમણે અરવિંગ,ટેકસાસ અને બીએપીએસને સહયોગ આપવા બદલ સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.

સ્થાનિક સમાજના આરોગ્ય અને કલ્યાણ માટેની અનેક પ્રવૃતિઓમાંની એક, એવો આ બીએપીએસ ચેરિટિઝનો આરોગ્ય મેળો છે. બીએપીએસ ચેરિટિઝ સમગ્ર અમેરિકા ખાતે વાર્ષિક રકતદાન અને હાડકાના માવાના દાનની ઝુંબેશ પણ ચલાવે છે. બાળકો અને વાલીઓ માટે બાળકોની સલામતી અને આરોગ્ય દિનને વિષે બીએપીએસ ચેરિટિઝ માહિતીરૂપ પ્રવૃતિ પણ યોજે છે. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(10:31 pm IST)
  • 23મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ;પહેલીવાર થશે EVMનો ઉપયોગ : મુખ્ય ચૂંટણી આયોગ નૂર-ફૂલ-હૂદાએ ટીવી પર પ્રસારિત સંબોધનમાં કહ્યું કે સમગ્ર બાંગ્લાદેશમાં 11મી સામાન્ય ચૂંટણી 23મી ડિસેમ્બરે થશે :દેશમાં પહેલીવાર મર્યાદિત સ્તર પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાશે access_time 12:56 am IST

  • શિવસેનાએ કહ્યું પેટાચૂંટણીમાં ભાજપની હાર કોંગ્રેસ માટે 'અચ્છે દિન 'ના સંકેત :શિવસેનાએ એમ પણ કહ્યું કે દેશમાં થયેલ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હારથી કોંગ્રેસમાં એક નવો જીવ આવશે :મુંબઈ અને કર્ણાટકની પેટાચૂંટણીમાં પોતાના જ સાથી પક્ષના પરાજય પર શિવસેનાએ વાક્બાણ છોડ્યા હતા access_time 12:59 am IST

  • આણંદ: બોરસદ પાસે ઇંટોના ભઠ્ઠા પર ગોંધી રખાયેલા 45થી વધુ મજૂરોને તંત્ર દ્વારા છોડાવવામાં આવ્યા : મજૂરોમાંથી એક વ્યક્તિએ તંત્રને લેખિત રજૂઆત કરી હતી જેથી તંત્રએ મજૂરોને છોડાવ્યા : હાલ તમામ મજૂરોને રાજીવ ગાંધી ભવનમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખવામા આવ્યા છે અને કાલે તેમને તેમના વતન મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:23 pm IST