Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

દિવાળી ડિનર સાથે ગરબા અને રાસની રમઝટઃ યુ.એસ.માં DFW દલાસ ચરોતર લેઉઆ પાટીદાર સમાજના ઉપક્રમે ૨૭ ઓકટો.૨૦૧૮ના રોજ કરાયેલી ઉજવણી

દલાસ : DFW -(CLPS)દલાસ ચરોતર લેવા પાટીદાર સમાજ દ્વારા તારીખ ૨૭ ઓક્ટો, ના રોજ સાંજે ૭ વાગે MAR Thomas Church Irving ના વિશાળ હોલ ખાતે લગભગ ૪૫૦ ઉપરાંત સભ્યો અને આમંત્રીતો હાજર રહ્યા હતા .. આ પ્રસંગે તીરંગા મ્યુઝીક પાર્ટીના ભાવેશ ખત્રી અને તેમના ગ્રુપ દ્વારા ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. પાટીદાર ખેલૈયાઓએ રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબામાં ભાગ લીધો હતો. DFW. CLIPS ના પ્રમુખ નવિનભાઈ પટેલ અને તેમની કારોબારી ના સભ્યો દ્વારા આવકાર આપેલ. આ કાર્યક્રમના ગ્રાન્ડ સ્પોન્સર તીલક જવેલર્સ,ઈન્ડીયા બઝાર,REMAX REALTOR, HOME With Lone,New York Life,ગોપાલ રેસ્ટોરન્ટ ,નિરેન પટેલ વગેરે હતા. DFW ગુજરાતી સમાજના  તરફથી આ સંસ્થાને $1000/ નું ડોનેશન યુથ એક્ટિવીટી માટે આપેલ... CLPS સંસ્થા દર વર્ષે ત્રણ ઈવેન્ટ કરશે ... ડીસેમ્બર ૮ ના રોજ Winter Special, March માસમાં કોમ્યુનિટી સર્વિસ પ્રોજેક્ટ, મેં માસમાં સમર પીકનિક તથા ઓગસ્ટ માસમાં BACK TO SCHOOL EVENT રાખેલ આ Event મા બાળકોને સ્કૂલનું માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે 20$ ની રાફેલ ટીકીટ નો ઈનામી ડ્રો રાખેલ છે. ઈન્ડિયા બઝાર તરફથી વિવિધ ઈનામી ડ્રો રાખવામાં આવેલ. અને બાળકોને $50 ના ગીફ્ટ કાર્ડ આપેલ...વડીલ સભ્યો અને બહેનો માટે રફલ ડ્રો નું આયોજન કરેલ, રફેલ ડ્રો નું પ્રથમ ઈનામ એપલ વૉચ ,રોબર્ટ,તથા ગ્રાઈન્ડર વગેરે આઈટ્મ રાખેલ ... આ પ્રસંગને સફળ બનાવવા CLPS ના કમિટી મેમ્બરો,ભાઈ બહેનો તથા બાળકોએ ખૂબજ મહેનત કરેલ.... ગોપાલ રેસ્ટોરન્ટ ના અક્ષય પટેલ દ્વારા ગરમ ગરમ ગોટા,ચા,લસ્સી અને સ્વાડિસ્ટ ગુજરાતી રસ - પુરીનું જમણ રાખેલ હતા... અંતમાં કમિટીના સભ્યોએ સૌનો આભાર વ્યક્ત કરેલ...તેવું શ્રી સુભાષ શાહ દલાસની યાદી જણાવે છે.

(10:12 pm IST)
  • અમદાવાદ:શાહીબાગમાં મારામારીમાં યુવકનું મોત:બળિયા ચારરસ્તા પાસે સામાન્ય તકરારમાં થઈ મારામારી:દિવાળીના ગરબા મુદ્દે થઈ હતી સામાન્ય બોલાચાલી:2 શખ્સે 25 વર્ષના યુવકને માર્યો હતો માર:સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો access_time 11:50 am IST

  • ભરૂચ શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોએ જિલ્લાવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી access_time 6:45 pm IST

  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST