Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

યુ.એસ.માં વૈશ્નવ મિલન પ્‍લાનોના સૌજન્‍યથી શરદ પૂર્ણિમા ઉત્‍સવ ઉજવાયોઃ વૈશ્નવોએ શ્રી રાધાકૃષ્‍ણની મહારાસલીલાના દર્શનનો લહાવો લીધો

પ્લાનો  : વૈષ્ણવ મિલન પ્લાનો ના સોઉંજન્યથી , તા, ૨૪ ઓક્ટોબર , બુધવારે, શરદ પૂર્ણિમાને દિવસે, weekdays હોવા છતાં , સખત વરસતા વરસાદ અને ઠંડીની  સાથે  ,૨૩માં શરદ ઉત્સવ ,રાસોત્સવની ઉજવણી થઇ, એક વાતની અહી નોધ લેવા જેવી છે તે એ ,અહી વર્ષભરના બધાજ ઉત્સવ  એજ દિવસે ઉજવવામાં આવે છે ,ભલેને પછી weekdays હોય કે  વરસતો વરસાદ હોય, ઉનાળાની સખત ગરમી હોય  કે  જામેલો બરફ હોય , સાંજે વરસતા  વરસાદમાં પણ સમય સર શરુ થયેલ કાર્યક્રમમાં ,અત્રે બિરાજતા બધાજ નિધિ સ્વરૂપો સાથે, શ્રી યમુનાજી, શ્રી ગોવર્ધન નાથજી અને શ્રીમદ્ વલ્લભાચાર્યજીની  સાથે ,સમસ્ત વ્રજ્મંડળ , ૫૬, ગોપ, ગોપીઓ સાથે, શ્રી , શ્રી રાધાકૃષ્ણની મહારાસ લીલાના અલ્લોકિક  દર્શન નો લાભ ભાગ્યશાળી વૈષ્ણવોએ લીધો, દરમ્યાન મુંબઈથી અત્રે પધારેલ પ્રખ્યાત ભાગવત કથાકાર, પૂજય વિજુબેન રાજાની એ સ્વરચિત કિર્તનનુ ગાન કરી વૈષ્ણવોને તેનો સુંદર ભાવાર્થ સમજાવ્યો, વૈષ્ણવોએ રાસ અને ગરબાની રમઝટ માંડી અને આરતી પછી દુધ્પૌઆ અને હળવા નાસ્તાની મઝા માંણી, અહી નવરાત્રિના નવેય  દિવસ , દર વર્ષની જેમજ , નવ વિલાસનું  ગાન થયું સાથે, શ્રી યમુનાજીના ૪૧ પદ અને યમુનાજીની ગરબીઓનું ગાન પણ થયું,વિજયા દસમીને  દિવસે અહી , શ્રી ઠાકોરજીને જવારા ધરાવવામાં આવ્યા અને વૈષ્ણવોએ જલેબી અને ફાફડાની મઝા માણી

તા, ૨૭ , ઓક્ટોબર શનિવારે , ફરીથી અહી, ૮૦ વર્ષની ઉંમરે પહોચેલ , પૂજ્ય વિજુબેને,ગોપીગીતનું રસપાન , સુંદર શૈલીમાં, કિર્તન , ગાન સાથે, સતત ત્રણ કલાક  સુધી કર્યું અને વૈષ્ણવોને કરાવ્યું.અને વૈષ્ણવો જાણે કે વ્રજમાં  પહોચી ગયા હોય અને કૃષ્ણને મળવા આતુર થયા હોય તેવું ,વાતાવરણ થઇ ગયું. .વૈષ્ણવ મિલનની વધુ માહિતી અંગે , ફોન: ૪૬૯-૪૬૭-૦૩૨૧ / email: , vaishnav_milan@yahoo.com ,અહી કોઈપણ જાતની પૈસાની ભેટ કે ફંડફાળા લેવામાં આવતા નથી   

તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(10:11 pm IST)
  • ભરૂચમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા શહેરીજનો તેમના ઘરના આંગણા રંગોળીથી સજાવી access_time 6:45 pm IST

  • ભાવનગરમાં નૂતનવર્ષે જ ખેલાયો લોહીયાળ ખેલ:ગોપાલ ધર્મેશભાઈ ડાભીની હત્યા :એમ,કે,જમોડ હાઇસ્કુલ પાનવાડી પાસે એક પાનની દુકાને ઉભેલા યુવાન પર ચાર શખ્સો ઘાતક હથિયારો વડે તૂટી પડયા:જૂની અદાવતમાં હુમલો થયાનું તારણ :ઇજાગ્રસ્ત યુવાનને અત્યંત નાજુક હાલતમાં સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયો :આરોપીમાં રીપલ।મોરભાઈ,ઇકબાલ અને બેલીમના નામ ખુલ્યા :હોસ્પિટલમાં લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા: access_time 12:54 am IST

  • મુંબઇના દાહણું નજીક માલગાડીમાં આગ લાગતા ગુજરાત-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાતા ભરૂચ-અંકલેશ્વરમાં મુસાફરો અટવાયા access_time 6:44 pm IST