Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

બ્રિટનની હોસ્પિટલે 71 વર્ષીય શીખ બુઝર્ગના દાઢી મૂછ મુંડી નાખ્યા : પરિવાર જનોની મંજૂરી વિના લીધેલા પગલાંથી શીખ સમાજમાં રોષ : માનવ અધિકાર પંચ સમક્ષ ફરિયાદ કરવાની ચીમકી

લંડન : એટેક આવવાથી બોલી નહીં શકતા શીખ બુઝર્ગના દાઢી મૂછ બ્રિટનની હોસ્પિટલે મુંડી નાખતા તેના પરિવાર જનો રોષે ભરાયા છે.પરિવારની મંજૂરી વિના લીધેલા પગલાં બદલ હોસ્પિટલે માફી નહીં  માંગતા શીખ સંગઠને માનવ અધિકાર પંચ સમક્ષ ફરિયાદ કરવાની ચીમકી આપી છે.

પરિવારના જણાવ્યા મુજબ હોસ્પિટલના સત્તાવાળાઓ શીખ સમાજના નિયમોથી વાકેફગાર હોવા છતાં આ પગલું ભર્યું છે.તેઓએ દર્દીના મોઢા ઉપર માસ્ક રાખી ફોટો બતાવ્યો હતો.જે હટાવી લેવાનું કહેવાતા દાઢી મૂછ મુંડી નાખ્યા હોવાની ખબર પડી હતી.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(1:07 pm IST)