Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

''સ્પીડ ડેટીંગ'': અમેરિકામાં ''સ્વજન'' આયોજીત જીવનસાથી પસંદગી મેળાને અભૂતપૂર્વ આવકારઃ ૧૦૦ જેટલા યુવક યુવતિઓએ પ્રત્યક્ષ ભાગ લીધો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સ્વજન એટલે વૈષ્ણ વણીકની ૮૪ જ્ઞાતિઓનો સંગમ જે એકજ છત્ર નીચે સામાજીક કાર્ય કરતી USAમાં સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી સમાજને જરૂરીયાત મુજબ સહાય કરતી રહેતી જાગૃત સંસ્થા છે.

સ્વજને ''Speed Dating'' (જીવનસાથીની પસંદગી)નો સામાજીક કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ આ કાર્યક્રમાં ૧૨૫ જેટલા લગ્ન ઉત્સક યુવા યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ,જેમાંથી ૧૦૦ જેટલા યુવા યુવતીઓએ પ્રત્યક્ષ ભાગ લીધો હતો. આ એક સંસ્થાની મોટી સફળતા છે કેમકે ગઇ સાલના પ્રમાણમાં  વધુ નોંધણી થઇ હતી. મળતા હેવાલ પ્રમાણે ગઇ સાલના Speed Dating માંથી પાંચ કપલો એ પોતાના જીવન સાથીની પસંદગી કરી પોતાની લગ્ન જીવનની યાત્રા શરૂ કરી છે જે પ્રશંસાને પાત્ર છે.

દરેક પ્રત્યતી ભાગ લેનાર ઉમેદવારોને રજીસ્ટર થયેલ ઉમેદવારોની બાયોડેટા આપી બુકલેટ આપવામાં આવી હતી. સવારે બ્રેકફાસ્ટ અને બપોરે લંચ પણ પુરૂ પાડવામાં આવેલ દરેકને Meet & greet પછી one to one ને ધોરણે પોતપોતાના પસંદગીની વ્યકિતઓ સાથે પર્સનલ માહિતિની આપલે કરી હતી.

ત્યારબાદ સ્વજના પ્રમુખ શ્રી નલિન શાહ તેમજ પોગ્રામના કોડીનેટરોએ તેમની સાથે વાર્તાલાપ તેમજ સુચનોની આપ લે કરવામાં આવી હતી. ઉમેદવારો તરફથી પ્રોગ્રામને વધારે જીવંત તેમજ રસમય બનાવવા માટેના સુચનો નલિન શાહે આવકાર્યા હતા અને આવતા પ્રોગ્રામમાં તેનુ ધ્યાન આપવાની બાંહેધરી આપી અને તેમનો આભાર માન્યો હતો. તેવું શ્રી શશિકાન્ત પરીખની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)