Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

" રંગતાળી-2018 ": હોંગકોંગમાં વસતા ગુજરાતીઓએ નવરાત્રીના આગમનને ગરબાના તાલે વધાવ્યું : 800 ઉપરાંત ભાવિકોએ પ્રાચીન તથા અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવી

હોંગકોંગ :" રંગતાળી-2018 ".તાજેતરમાં હોંગકોંગમાં વસતા ગુજરાતીઓએ  પ્રિ નવરાત્રિનું સેલિબ્રેશન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ગુજરાતીઓએ પ્રાચિન અર્વાચિન ગરબાના તાલે ઝુમીને માં અંબાની આરાધના કરી હતી.

હોંગકોંગના ગુજરાતી સમાજ આયોજિત આ કાર્યક્રમમાં 800 ઉપરાંત ભાવિકો ઉમટી પડ્યા હતા.તથા ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ ગરબાઓની રમઝટ બોલાવી હતી.તથા  હોંગકોંગમાં ગુજરાત ખડું કરી દીધું હતું. વી આર વન ઈવેન્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:05 pm IST)