Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પાકિસ્તાનના પૂર્વ ધારાસભ્ય બલદેવકુમાર સપરિવાર ભારતમાં ભાગી આવ્યા : પાકિસ્તાનમાં લઘુમતી કોમની સલામતિ નથી : પરત નહીં જવા માટે આશ્રય માંગ્યો

લુધિયાણા : પાકિસ્તાનની ઇમરાનખાનની રાજકીય પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કે જેઓ લઘુમતિ અનામત માટેની સીટ ઉપરથી ચટાઈ આવ્યા હતા તેઓ જાન બચાવી પરિવાર સાથે ભારત ભાગી આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે તેમના ઉપર અન્ય ઉમેદવારના મર્ડરનો આરોપ લગાવી 2 વર્ષ માટે જેલમાં પુરી દેવાયા હતા.હવે તેઓ પાકિસ્તાન પરત જવા માંગતા નથી કારણકે તેમના કહેવા મુજબ પાકિસ્તાનમાં લઘુમતિ કોમની કોઈ સલામતિ નથી.શીખ પરિવારના સજ્જન બલદેવકુમારએ  ભારતમાં આશ્રય માંગ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)