Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પિડીયાટ્રીક કેન્સર સંશોધન માટે ઇન્ડિયન અમેરિકન તરૂણી ઇશિતા ભટ્ટાચાર્યનું અભિયાનઃ કથ્થક ડાન્સ કલાના માધ્યમથી ફંડ ભેગુ કરી જીવલેણ રોગને નાથવાનો પ્રયાસ

કેલિફોર્નિયાઃ પોતાના અંગત સ્નેહીજનોને પિડીયાટ્રીક કેન્સરનો ભોગ બનાવથી મોતને ભેટેલા જોઇને ઇન્ડિયન અમેરિકન તરૂણી ૧૭ વર્ષીય ઇશિતા ભટ્ટાચાર્યને જીવલેણ રોગ થતો અટકાવવા સંશોધન માટે ફંડ ભેગુ કરવાનો નિર્ધાર કર્યો. જે માટે તેણે પોતાની કથ્થકડાન્સ કલાના માધ્યમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ છે.

કેલિફોર્નિયાના લેકવુડમાં આવેલી સાઉથ ટોરેન્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતિએ પોતાની વિચારધારાને મળતા તથા કોમ્યુનીટી માટે કંઇક કરી  છુટવા માંગતા ૪૫ લોકોની ટીમ બનાવી તેને અમેરિકન કેન્સર સોસાયટી GOLDTOGETHER પિડીયાટ્રીક કેન્સર રિસર્ચના માધ્યમથી ડાન્સ પ્રોગ્રામ રજુ કરી ફંડ ભેગુ કરે છે જેને કોમ્યુનીટી તરફથી સુંદર પ્રતિભાવ સાંપડી રહ્યો છે. તેવું જાણવા મળે છે.

(9:00 pm IST)
  • બપોરે ૧ર થી ર વચ્ચે કોડીનાર, કંડોરણા, સોનગઢ, બારડોલી, ખંભાતમાં ૧ થી ૧II ઇંચ : આજે પણ ૧૦૩ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી : સવારથી બપોર સુધીમાં સોનગઢ, ખગ્રામ (નવસારી), આહવામાં ચાર-ચાર ઇંચ : વધઇ-ડોલવણમાં ત્રણ-ત્રણ ઇંચ access_time 3:48 pm IST

  • પાકિસ્તાનના વિકાસ કાર્યોમાં ચીન એક અબજ ડોલરનું રોકાણ કરશે તેમ જાહેર કર્યું છે. પાકિસ્તાન દ્વારા હાથ ધરાયેલા વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં એક અબજ ડોલર રોકાણ કરવાની જાહેરાત થવાની સાથે રાજકીય પંડિતોમાં ચર્ચા થઈ રહી છે કે આ રીતે ચીન નજીકના ભવિષ્યમાં જ પાકિસ્તાન પર આડકતરી રીતે પોતાનો કબજો મજબુત કરી રહ્યું છે. access_time 5:50 pm IST

  • સંઘે કર્યું અનામતનું સમર્થન : સમાજમાં આર્થિક અને સામાજીક અસમાનતા છે અને તે વચ્ચે અનામતની પણ જરૂરી છે રાજસ્થાનના પુષ્કરમાં સમન્વય બેઠક બાદ સંઘ દ્વારા આ વાત કહેવાઈ : સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, RSS બંધારણ દ્વારા આપવામાં આવેલા અનામતનું સંપૂર્ણપણે સમર્થન કરે છે access_time 1:01 am IST