Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

યુ.એસ.માં વર્જીનીઆ STEM એજ્યુકેશન કમિશનમાં ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી કમલજીતને સ્થાન

વર્જીનીઆઃ યુ.એસ.માં વર્જીનીઆ સાયન્સ,ટેકનોલોજી, એન્જીનીઅરીંગ  એન્ડ મેથ (STEM) એજ્યુકેશન કમિશનમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર મહિલા સુશ્રી કમલજીત સંઘેરાની નિમણુંક થઇ છે.

વર્જીનીઆ ગવર્નર દ્વારા ૧૭ જુલાઇ ૨૦૧૯ના રોજ શરૃ કરાયેલા આ કમિશનમાં પસંદ કરાયેલા ૪૩ લોકોમાં સુશ્રી કમલજીતએ સ્થાન મેળવ્યું છે.

તેઓ જયોર્જી મેસોન યુનિવર્સિટીમાં વોલ્ગેનાઉ સ્કૂલ ઓફ એન્જીનીઅરીંગમાં એશોશિએટ પ્રોફેસર તથા એકઝીકયુટીવ ડીરેકટર તરીકે ફરજ બજાવે છે.

ઉપરોકત કમિશનમાં નિમણુંક મળવા બદલ સુશ્રી કમલજીતએ હર્ષ વ્યકત કર્યો હતો. તથા પોતાની સ્કૂલ અને યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ મળવા બદલ સંતોષ વ્યકત કર્યો હતો.

 

(9:02 pm IST)
  • ભારતીય સેનાએ આતંકીઓથી ભરેલી પાકિસ્તાની પોસ્ટ ફૂંકી મારી : લાશોના ઢગલા : એલઓસી પાસે લિપ વૈલી વિસ્તાર સ્થિત પાકિસ્તાની પોસ્ટ તબાહ : લિપ વૈલી પાસેની પન્ડુ વિસ્તારમાં બનેલી આ પોસ્ટમાંથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાતું હતું અને આતંકીઓને ઘુસાડવા માટે લોન્ચપેડ તરીકે ઉપયોગ થતું હતું : ભારતીય સેનાએ નષ્ટ કરી દેતા અનેક આતંકીઓના મોત access_time 12:57 am IST

  • રાત્રે ૯:૩૦ વાગ્‍યે અમદાવાદમાં છેલ્‍લા ૧ કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે access_time 9:39 pm IST

  • બાબરી કેસમાં કલ્યાણસિંહ વિરુદ્ધ કોર્ટ પહોંચી સીબીઆઈ : રાજ્યપાલપદે કાર્યકાળ પૂરો થયા બાદ આજે ફરી ભાજપમાં જોડાયા કલ્યાણસિંહ :બાબરી મસ્જિદ તોડી પાડવા મામલે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને ભાજપ નેતા કલ્યાણસિંહને સમન્સ પાઠવવા સીબીઆઈએ લખનૌની વિશેષ સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરી access_time 1:03 am IST