Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ચર્ચમાં અજાણી મહિલાને આલિંગન આપી છેડતી કરી : સિંગાપોર સ્થિત ભારતીય મૂળના યુવાન રાજેન્દ્રન પ્રકાશને 5 દિવસની જેલસજા અને 2500 ડોલરનો દંડ

સિંગાપોર : સિંગાપોરના ગિરજાઘરમાં એક અજાણી મહિલાને આલિંગન આપી છેડતી કરવાના આરોપસર ભારતીય મૂળના 27 વર્ષીય યુવાન રાજેન્દ્રન પ્રકાશને કોર્ટે 5  દિવસની જેલસજા અને  2500 ડોલરનો દંડ ભરવાની શિક્ષા ફરમાવી છે.

ગયા વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ બનેલી ઘટના બાદ લોકોએ તેને મહિલા પાસેથી દૂર કરી દીધો હતો.જે શરાબના નશામાં ચકચૂર હતો તેથી તેણે લોકોના સકંજામાંથી છૂટવા બાજુમાં આવેલી નદીમાં ઝંપલાવી દીધું હતું જ્યાંથી પોલીસે તેને અરેસ્ટ કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:11 pm IST)
  • રાત્રે 10-45 વાગ્યે અમદાવાદ થી લીબડી સુધી હાઇવે પર અતિ ભારે અનરાધાર વરસાદ ચાલુ : access_time 11:01 pm IST

  • મધ્યપ્રદેશમાં ભારે વરસાદ : ખંડવામાં ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા,અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલાયા : ભારે વરસાદને કારણે ભોપાલમાં તમામ શાળાઓ બંધ રહેશે access_time 8:43 am IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૯ દિવસની વિદેશયાત્રાએઃ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજથી ૯ દિવસની વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે. તેઓ આઈસલેન્ડ, સ્વીઝરલેન્ડ અને સ્લોવેનીયા ૩ દેશોની મુલાકાત લેશે. આ દેશોના વડાઓ સાથે ભારત સાથેના સંબંધો સહિત દ્વિપક્ષીય મંત્રણાઓ કરશે access_time 1:04 pm IST