Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

‘‘નવચંડી મહા હોમ'': યુ.એસ.માં શ્રી મિનાક્ષી ટેમ્‍પલ પિઅરલેન્‍ડ મુકામે ૧૫ ઓગ.થી ૧૯ ઓગ. ૨૦૧૮ દરમિયાન કરાયેલું આયોજનઃ દેવી મહાત્‍મ્‍યના પાઠ,કળશ,પૂજા, સહસ્‍ત્ર નામ, સહિત ૭૦૦ મંત્રોના પાઠ સાથે મહા હોમ કરાશે

પિઅરલેન્‍ડઃ યુ.એસ.ના ટેકસાસમાં આવેલા શ્રી મિનાક્ષી ટેમ્‍પલ પિઅરલેન્‍ડ મુકામે આગામી ૧૬ ઓગ. ગુરૂવારથી ૧૯ ઓગ. ૨૦૧૮ રવિવાર સુધી ‘‘શ્રી નવચંડી મહાહોમ''નું આયોજન કરાયું છે. જે પંદર વર્ષ પહેલા થયો હતો. તેના ફરીથી આયોજન માટે મંદિરના પૂજારીઓ તથા ભક્‍તો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

આ ૪ દિવસિય મહાહોમ દરમિયાન ‘‘દેવી મહાત્‍મ્‍ય'' ના પાઠ થશે. જેમાં ૭૦૦ મંત્રોના ઉચ્‍ચારણો થાય છે. જે માકઁડેય પુરાણમાંથી લેવામાં આવેલ છે. ઉપરાંત કળશ પૂજા, વિલાકકુ પૂજા, લલિથા સહસ્‍ત્રનામ, ભૈરાવર પૂજા, કન્‍યકા પૂજા, તેમજ સુમંગલી પૂજા, તથા આર્ટસ અને મ્‍યુઝીકના આયોજનો કરાયા છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

 

(12:01 am IST)