Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

પાકિસ્તાની સેનાએ પેશાવરના સંગ્રહાલયને દુર્લભ તેવી બુદ્ધ પ્રતિમા ભેટ આપી : ખૈબર પખ્તુનખામાં ધાર્મિક પર્યટન વધારવાનો હેતુ

ઇસ્લામાબાદ :  અગાઉ ગાંધાર નામે ઓળખાતું  ખૈબુર પખ્તુનખા ભગવાન બુદ્ધના અનુયાયીઓનું પવિત્ર તીર્થ ધામ છે. જ્યાં સમગ્ર વિશ્વમાંથી બુદ્ધના અનુયાયીઓ આવે છે. આ શહેરમાં આવેલું સંગ્રહાલય વિશ્વ વિખ્યાત છે. જેને વધુ  સમૃધ્ધ બનાવવા માટે અને ધાર્મિક પર્યટનને  વેગ આપવાના હેતુથી પાકિસ્તાની સેનાએ દુર્લભ તેવી બુદ્ધ પ્રતિમા ભેટ આપી છે.

આ સ્થળ ઉપર ભગવાન બુદ્ધની વિશ્વની સહુથી ઊંચી પ્રતિમા છે. જે 100 દિવસ માટે સ્વિત્ઝરલેન્ડમાં ભરાયેલા પ્રદર્શનમાં મોકલવામાં આવી હતી.આ મૂર્તિ  1935 ની સાલમાં ખોદકામ દરમિયાન બ્રિટિશ મેજરને મળી હતી.જે પુરાતત્વ  વિભાગના માધ્યમ દ્વારા સંગ્રહાલયને સોંપવામાં આવી હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:39 pm IST)