Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

સિંગાપોરમાં ભારતના 2 નાગરિકો ઉપર ' સ્ટે હોમ ' સૂચનાનું ઉલ્લંઘન કરવાનો આરોપ : જામીન ઉપર મુક્ત કરાયેલા બંને આરોપીઓને 17 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવાનો હુકમ : આરોપ સાબિત થયે 6 માસની જેલસજા તથા 10 હજાર ડોલરનો દંડ થઇ શકે


સિંગાપોર : માર્ચ માસમાં સિંગાપોર ગયેલા ભારતના બે નાગરિકો ઉપર સરકારની ' સ્ટે હોમ ' સૂચનાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવાયો છે.
37 વર્ષીય સુરેશ નાયડુ બોજાનકી તથા 47 વર્ષીય ભારતી તુલસીરામ ચૌધરી ઉપર આરોપ લગાવાયા છે. જે મુજબ સુરેશ નાયડુ ભારતી તુલસીરામને મળવા હોટલમાંથી રાત્રે 12-30 થી 1-20 વચ્ચે નીકળ્યો હતો.તેણે માસ્ક પણ પહેર્યું નહોતું.

બંને આરોપીને પાંચ પાંચ હજારના જામીન ઉપર મુક્ત કરાયા છે.તથા 17 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવાનો હુકમ કરાયો છે.તેઓના ઉપર મુકાયેલા આરોપો સાબિત થશે તો બંનેને 6 માસની જેલસજા તથા 10 હજાર ડોલરનો દંડ થઇ શકે છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(11:45 am IST)