Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

''BAPS ચેરીટીઝ વોકથોન ૨૦૧૮'' : કુદરતી પર્યાવરણની જાળવણી માટે નોર્થ અમેરિકામાં કરાયેલા આયોજનમાં ૭૦ સેન્ટરમાંથી ૨૫ હજાર કોમ્યુનીટી પરિવારો જોડાયા : ચાલુ વર્ષમાં ૧ લાખ ૩૦ હજાર વૃક્ષોના વાવેતર સાથે ૨૦૨૫ ની સાલ સુધીમાં ૧ અબજ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

નોર્થ અમેરિકા : BAPS ચેરીટીઝના ઉપક્રમે નોર્થ અમેરિકાના ૭૦ ઉપરાંત સેન્ટરમાં ૨૦૧૮ ની સાલ માટે યોજાયેલી વોકથોનમાં પચ્ચીસ હજાર કોમ્યુનીટી મેમ્બર્સ સપરિવાર જોડાયા હતાં. સતત ત્રીજા વર્ષે કુદરતી પર્યાવરણની  જાળવણી માટેની ઝુંબેશ ચાલુ રખાઇ હતી. જે અંતર્ગત ચાલુ વર્ષમાં ૧ લાખ ૩૦ હજાર વૃક્ષો વાવવાની નેમ છે. છેલ્લા ૩ વર્ષ દરમિયાન ૩ લાખ વૃક્ષોનું વાવેતર કરી દીધુ છે. તથા ૨૦૨૫ ની સાલ સુધીમાં ૧ અબજ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક છે. જેથી ભાવિ પેઢીને શુધ્ધ હવા તથા પાણીનો પ્રશ્ન નડી શકે નહીં.

BAPS ની આ ઝુંબેશના સમર્થન માટે વોકથોનના આયોજનો થાય છે. જેમાં પોલીસ, ફાયર ડીપાર્ટમેન્ટ, સ્ટુડન્ટસ તથા નાગરિકો જોડાય છે. જે માટે નેચર કન્ઝર્વન્સીના CEO માર્ક ટેરેકએ BAPS    ેચેરીટીઝની પ્રવૃતિઓને બિરદાવી છે. તથા ડોનર રિલેશન મેનેજર એરિન ડેલીએ પણ નવી પેઢીમાં પર્યાવરણ જાગૃતિ લાવવા બદલ આભાર વ્યકત કર્યો છે.

આમ કુદરતી પર્યાવરણની જાળવણી માટે BAPS ચેરીટીઝ દ્વારા વોકથોન ઉપરાંત અન્ય પ્રવૃતિઓ પણ થાય છે. જેમાં રિસાઇકલીંગ પ્રોજેકટસ, વૃક્ષોનું વાવેતર, એનર્જી કન્ઝપશન, તથા વોટર કનઝર્વેશન સહિતની બાબતોનો સમાવેશ થાય છે. ઉપરાંત હેલ્થફેર, હેલ્થ અવેરનેસ, લેકચર્સ, બ્લડ ડ્રાઇવ્સ, એજ્યુકેશન સેમિનાર, ડીઝાસ્ટર, રિલીફ માટે પણ કામગીરી કરવામાં આવે છે. તેવું શ્રી લેનિન જોશી દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)