Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા વિદેશીઓ પૈકી ૭૫ ટકા ઉપરાંત ભારતીયોઃ કુલ ૩,૯૫,૦૨૫ના વેઇટીંગ લીસ્‍ટમાં ભારતના ૩,૦૬,૬૦૧: USCISનો અહેવાલ

વોશીંગ્‍ટનઃ યુ.એસ. સિટીઝનશીપ એન્‍ડ ઇમીગ્રેશન સર્વિસ (USCIS)એ મે ૨૦૧૮ના આંકડાઓ અનુસાર તાજેતરમાં જણાવ્‍યા મુજબ અમેરિકામાં કાયમી નિવાસ માટે વિદેશીઓને અપાતા ગ્રીન કાર્ડનું વેઇટીંગ ૩,૯૫,૦૨૫નું છે. જેમાં ભારતીય મૂળના લોકોની સંખ્‍યા ૩,૦૬,૬૦૧ છે.

આનો મતલબએ થયો કે ગ્રીન કાર્ડ માટે રાહ જોઇ રહેલા વિદેશીઓમાં પોણા ભાગથી વધુ સંખ્‍યા ભારતીય મૂળના લોકોની છે. પરંતુ આ કાર્ડ આપવા માટેની અમેરિકાની પોલીસી દેશ દીઠ સાત ટકાની હોવાથી ભારતીયોનું લીસ્‍ટ પુરૂ થતા ૭૦ વર્ષનો સમય લાગી જાય તેમ છે.

વેઇટીંગ લીસ્‍ટમાં ભારત પછી ચાઇનીઝ મૂળના નાગરિકોની સંખ્‍યા ૬૭૦૩૧ છે. બાકીના કોઇ પણ દેશના વતનીઓની સંખ્‍યા દસ હજાર કરતા વધુ નથી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)