Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના રિપબ્લિકન ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ નિશ્ચિત : તમામ હરીફોને મહાત કર્યા : હવે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન અને ટ્રમ્પ વચ્ચે ટક્કર થશે

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ નક્કી થઇ ગયા છે.છેલ્લે ફ્લોરિડામાં યોજાયેલી પ્રાઈમરી ચૂંટણી વખતે આ ચિત્ર  સ્પષ્ટ થઇ ગયું છે.તેમણે પોતાના તમામ હરીફોને મહાત કરી લીધા છે.સામે પક્ષે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે પણ જો બિડન નક્કી થઇ ગયા હોવાથી હવે આ બંને મહાનુભાવો વચ્ચે ટક્કર થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:25 pm IST)