Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

''સિટીઝનશીપ'': અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી વસતિ ગણતરી માટેના ફોર્મમાંથી સિટીઝનશીપ પ્રશ્ન દૂર કરનાર મેરીલેન્ડ ત્રીજુ સ્ટેટ બન્યું: ફેડરલ જજ જયોર્જ હેઝલએ પ્રશ્ન રદ કરવા મંજુરી આપી

મેરીલેન્ડઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી વસતિ ગણતરી માટેના ફોર્મમાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ''સિટીઝન શીપ અંગેનો પ્રશ્ન શામેલ કર્યો છે.જેનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. કારણકે આ પ્રશ્નમાં જેઓને અમેરિકાનું નાગરિકત્વ હજુ સુધી મળ્યુ નથી તેવા ઇમીગ્રન્ટસ તથા વીઝાધારકો માટે દેશનિકાલ થવાનો ડર રહે છે.

આથી આ પ્રશ્ન વસતિ ગણતરી ફોર્મમાંથી દૂર કરવા જુદા જુદા સ્ટેટની ફેડરલ કોર્ટમાં અપીલ કરાઇ છે. જેના અનુસંધાને ન્યુયોર્ક તથા કેલિફોર્નિયા ફેડરલ જજએ ફોર્મમાંથી સિટીઝનશીપ કોલમ કાઢી નાખવા મંજુરી આપ્યા બાદ હવે મેરીલેન્ડ સ્ટેટ ફેડરલ જજ શ્રી જયોર્જ હેઝલએ પણ પ્રશ્ન કાઢી ગળવા મંજુરી આપી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:55 pm IST)