Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

ર૦ર૦ ની સાલમાં ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડનારા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામુર્થીનું USIPAC દ્વારા સન્માનઃ કમિટીના કેલિફોર્નિયા ચેપ્ટરનું લોંચીગ કરાયુઃ શ્રી રાજાને વિજયી બનાવવા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો

વોશીંગ્ટન : યુ.એસ. ઇન્ડિયા પોલિટીકલ એકશન કમિટી USIPAC  ના ઉપક્રમે ર૩ માર્ચ ર૦૧૯ ના રોજ વોશિંગ્ટન ડી.સી. મુકામે બીજી ટર્મમાં કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામુર્થીનુ બહુમાન કરાયુ હતુ.  તથા કમિટીના કેલિફોર્નિયા ચેપ્ટરનું લોંચીગ કરાયું હતુ. આ વેસ્ટ  કોસ્ટ ચેપ્ટર હેડ તરીકે એટર્ની શ્રી નવનીત છગ જવાબદારી સંભાળશે.

આ તકે ર૦ર૦ ની સાલમાં  ઇલિનોઇસના ૮ મા કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટ માંથી ઉમેદવારી નોંધાવનાર શ્રી રાજા ક્રિષ્નામુર્થી માટે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ પણ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે USIPAC ર૦૦ર ની સાલથી યુ.એસ. મા વસતા ઇન્ડિયન અમેરિકન પ્રજાજનોને કોંગ્રેસ  તથા સ્ટેટ ગવર્ર્મેન્ટ ચૂંટણીઓમા જીતાડવા માટે મદદરૂપ થવાનું કામ કરે છે.

(10:05 pm IST)