Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

મેકસીકો અને અમેરીકા દેશો વચ્ચે સરહદો બંધ કરવાના પ્રશ્ને યોગ્ય રજુઆતો થતા અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો નિર્ણય મોકુફ રાખતા બંને દેશોના વ્યાપારી ક્ષેત્રોમાં રાહતની લાગણીઓ : એક વર્ષની અંદર જો હાલની પરિસ્થિતીમાં કોઇ ફરક ન પડે તો પછી કડક પગલાના સ્વ રૂપે બંને દેશો વચ્ચે સરહદો બંધ કરવાની આપવામા આવેલ ચિમકી

(કપિલા શાહ દ્વારા)  શિકાગોઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયા પહેલા અમેરીકામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થો તેમજ  મોટા ભાગના લોકો ગેરકાયદેસર રીતે મેકસીકો સરહદેથી અમેરિકામાં પ્રવેશ મેળવે છે. અને આવી વિષમ પરિસ્થિતિમા઼ પરેશાન થયેલા એવા પ્રમુખશ્રીએ અમેરિકા અને મેકસીકોની સરહદો બંધ કરવાનો નિર્ણય  જાહેર કર્યો હતો. અને તેના અવળા પ્રત્યાઘાતો  અમેરિકામા પડયા હતા.  અને આ સમગ્ર પ્રકરણ અંગે બીઝનેસ કરતા અગ્રણીઓ અને તેમની લોબીના કર્તાહર્તાઓએ લાગતા વળગતાઓ સમક્ષ રજુઆત કરતા ગયા ગુરૂવારના રોજ અમેરિકા અને મેકસીકો વચ્ચે જે સરહદો આવેાલ છે તે બંધ કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકુફ રાખ્યો છે.  અને તેની સાથે સાથે તેમણે  મેકસીકન સત્તવાળાઓને એક વર્ષના સમયગાળા દરમ્યાન આ સમગ્ર પ્રશ્ને જરૂરી તાકીદના પગલા ભરવા સુચન કરેલ છે અને જો તેમાં તેઓ નિષ્ફળ થશે તો તે સમયે યોગ્ય આગળ ઘટતા પગલા ભરવામા  આવશે એવી ગર્ભીત ચિમકી મેકસીકોના  સતાવાળાઓ સમક્ષ ઉચ્ચારેલ છે.

મેકસીકોની સરહદેથી  અમેરિકામા સરહદો ઓળંગીને ટોળે ટોળામાં ગેરકાયદેસર રીતે પ્રવેશે છે. અને તેની સાથે  સાથે કેટલાક દાણચોરો નશીલા પદાર્થોની મોટા પાયે  ગેરકાયદેસર હેરાફેરી પણ કરતા હોવાથી  અમેરિકામા તેની અવળી અસરો  પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં  લઇને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદો બંધ  કરવાનો નીર્ણય કર્યો હતો. પરંતુ મેકસીકો દેશ એ અમેરીકાનો ટ્રેડીંગ સહભાગીદાર હોવાથી બન્ને  દેશોને વ્યાપારી ક્ષેત્રે અનેક પ્રકારની મુસીબતોનો ભય સેવાઇ રહ્યો હતો. અને આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પ્રુમખશ્રી  સમક્ષ યોગ્ય રજુઆતો કરાતા તેમણે સરહદો બંધ રાખવાની પ્રક્રિયામાંથી પીછેહઠ જાહેર કરી હતી. તેથી સર્વત્ર જગ્યાએ રાહતની લાગણીઓ  પ્રસરેલ જોવા મળે છે.

(10:04 pm IST)