Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

UAEમાં વસતા ભારતીય મૂળના શ્રી રવિન્દ્ર બોલૂરને ૨.૭ મિલીયન ડોલરનો જેકપોટઃ અબુધાબી રેફલ ડ્રોનું મોટુ ઇનામ મેળવનારર ૪થા ભારતીય

દુબઇઃ UAEમાં વસતા ભારતીય મૂળના શ્રી રવિન્દ્ર બોલૂરને અબુ ધાબી રેફલ ડ્રોમાં ૨.૭ મિલીયન ડોલરનો જેકપોટ લાગ્યો છે. આ ડ્રોમાં મોટી રકમ મેળવનાર તેઓ ભારતીય મૂળના ૪થા નાગરિક છે.

સ્થાનિક વર્તમાન પત્ર ખલિમ ટાઇમ્સએ અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગઇકાલ બુધવારે યોજાઇ ગયેલા ડ્રોમાં શ્રી રવિન્દ્રને ઉપરોકત ઇનામ વિજેતા ઘોષિત કર્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:42 pm IST)