Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

''પ્રાઇડ ઓફ હયુસ્ટન'': જાન્યુ.૨૦૧૯માં પ્રવાસી ભારતીય સન્માન મેળવનાર ઇન્ડિયન અમેરિકન શ્રી ગીતેશ દેસાઇનું બહુમાનઃ ટેકસાસ વાવાઝોડા સમયે સેવાઓ આપી હતી

ટેકસાસઃ ''પ્રાઇડ ઓફ હયુસ્ટન'' યુ.એસ.માં ટેકસાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન ૬૪ વર્ષીય શ્રી ગીતેશ દેસાઇને પ્રાઇડ ઓફ હયુસ્ટનથી સન્માનિત કરાયા છે.

ભારતના રાજદૂત શ્રી અનુપમ રાય તથા ઇન્ડિયન અમેરિકન ઓર્ગેનાઇઝેશન્શના ઉપક્રમે યોજાયેલા સમારોહ અંતર્ગત શ્રી દેસાઇને ટેકસાસ વાવાઝોડા સમયે વિશિષ્ટ સેવાઓ આપવા બદલ સન્માનિત કરાયા હતા. તેમને ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ પણ જાન્યુઆરી માસમાં પ્રવાસી ભારતીય સન્માન આપી બહુમાન કર્યુ હતું.

શ્રી દેસાઇ સેવા ઇન્ટર નેશનલ હયુસ્ટન ટેકસાસ ચેપ્ટરના અધ્યક્ષ છે. તથા વ્યવસાથે સ્ટ્રકચરલ એન્જીનીયર છે.

(6:57 pm IST)