Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

"વીવિંગ ટ્રેડિશન એન્ડ ટેક્સટાઇલ ઓફ ઈન્ડિયા" : યુ.એસ.ના ન્યૂજર્સીમાં વુડબ્રીજ ટાઉનશીપ બેરન આર્ટસ સેન્ટરના ઉપક્રમે સૌપ્રથમ વખત યોજાયેલું પ્રદર્શન : 5 માર્ચથી શરૂ થયેલ પ્રદર્શન 26 માર્ચ સુધી ચાલુ રહેશે : રૂબરૂ અથવા ફેસબુક દ્વારા નિહાળવાનો લ્હાવો

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.ના ન્યૂજર્સીમાં વુડબ્રીજ ટાઉનશીપ બેરન આર્ટસ સેન્ટરના ઉપક્રમે સૌપ્રથમ વખત "વીવિંગ ટ્રેડિશન એન્ડ ટેક્સટાઇલ ઓફ ઈન્ડિયા" પ્રદર્શનનું આયોજન કરાયું છે. બેરોન આર્ટસ સેન્ટર 582 રાહવે એવન્યુ, વુડબ્રીજ, ન્યુજર્સી મુકામે 5 માર્ચથી શરૂ થયેલ પ્રદર્શન 26 માર્ચ સુધી ચાલુ રહેશે . જે રૂબરૂ અથવા ફેસબુક દ્વારા નિહાળી શકાશે.

અમે પ્રદર્શનના આયોજક કુ.સોનલ ગઢવી ,  મંડપ મિલાપ એડિશન ન્યુજર્સી , રોયલ આલ્બર્ટ્સ પેલેસના શ્રી આલ્બર્ટ જસાણી, બેરન આર્ટસ સેન્ટરના ડિરેક્ટર શ્રી મુકેશભાઈ કાશીવાલા , મેયર શ્રી સિન્થિયા નાઈટ,  જ્હોન એમસી કોર્મેક , વુડબ્રિજ ટાઉનશીપ કલચરલ આર્ટસ કમિશન , તથા મિડલસેક્સ કાઉન્ટી બોર્ડ ઓફ કમિશ્નર્સ ,વુડબ્રીજને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવાની સાથે ભારતીય કલાના  પ્રદર્શનનું આયોજન કરવા માટે તેઓનો  આભાર માનીએ છીએ.

પ્રદર્શન ઓર્ગેનાઇઝર કુ. સોનલગઢવી  ફેશન ડિઝાઇનર, ચિત્રકાર અને શિક્ષક છે.  આ સુંદર પ્રદર્શનમાં સંસાધનો મૂકવા  માટે તેમણે  ફાળવેલા સમય બદલ તેમજ ઉઠાવેલી જહેમત બદલ તેમનો ખૂબ આભાર માનું છું.તેવું શ્રી વીરુ પટેલ તથા ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટિ ઓફ  નોર્થ અમેરિકા ( IACONA ) એ જણાવ્યું છે.વિશેષ માહિતી બેરોન આર્ટસ સેન્ટરના કોન્ટેક નંબર (732)  634-0413 દ્વારા મેળવી શકાશે તેવું પટેલ પ્રગતિ મંડળની યાદીમાં જણાવાયું છે.

 

(12:04 pm IST)