Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા બદલ ભારતીય પાઇલોટના વિઝા કેન્સલ : ન્યુદિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો પહોચતાની સાથે જ અમેરિકન સરકારે પરત રવાના કરી દીધો

ન્યુદિલ્હી : ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા બદલ અમેરિકાની સરકારે ભારતીય પાયલોટના વિઝા કેન્સલ કરી નાખ્યાની ઘટના બહાર આવી છે.જે મુજબ ન્યુદિલ્હીથી ફ્લાઇટ લઈને આ પાઇલોટ સાન ફ્રાન્સિસ્કો પહોચતાની સાથે જ તેને હાથકડી પહેરાવી ધરપકડ કરાઈ હતી. તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવાયો હતો.તેમજ તેના વિઝા પણ રદ કરી દેવાયા હતા.પરિણામે હવે તે ક્યારેય અમેરિકા જઈ શકશે નહીં

ઉલ્લેખનીય છે કે આ પાઇલોટ ઉપર અમેરિકન સરકારી તંત્રની છેલ્લા 2 મહિનાથી નજર હતી.

(12:42 pm IST)